Face Of Nation 03-09-2022 : અમદાવાદમાં આજે જુદાં-જુદાં કર્મચારી મંડળોએ કલેક્ટર કચેરીએ ધામા નાંખ્યા છે. મોટી સંખ્યામાં ઉમટેલા આંદોલનકારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે. 1 કિમી જેટલી લાંબી રેલી યોજી છે, કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આગેવાનો અમદાવાદ કલેક્ટર કચેરીમાં કલેક્ટર સંદીપ સાગલેને આવેદન પત્ર આપ્યું છે. ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી ટ્રાફિક જામ થયો છે.
પેન ડાઉન કરીશું અને માસ સીએલ પર પણ ઊતરીશું
રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે જણાવ્યું હતું કે, 52 જેટલાં સંગઠનો અમારી સાથે છે. આજે 6000 કરતાં વધુ કર્મચારીઓ જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચનાં ભથ્થાં, શહેરી વિસ્તારમાં 4200 ગ્રેડ પે-નો અમલ થાય તે માટે આંદોલન કરી રહ્યા છે. આજે આવેદન આપ્યું છે, હજુ મહિના દરમિયાન અલગ અલગ કાર્યક્રમ આપીશું. પેન ડાઉન કરીશું અને માસ સીએલ પર પણ ઊતરીશું. છતાં માંગણી પૂરી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.
7 હજારથી વધુ કર્મીઓ આંદોલનના માર્ગે
પ્રાથમિક શિક્ષકનું સંઘ, આચાર્ય સંઘ, જિલ્લા પંચાયત કર્મચારી સંઘ, શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, આરોગ્ય કર્મચારીઓ, તલાટીના કર્મચારીઓ સહિત અનેક સંગઠન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ હેઠળ ભેગાં થયાં છે. તેમાં 7 હજારથી વધુ કર્મચારીઓ રસ્તા પર ઊતર્યા છે. જેમાં તેઓ જૂની પેન્શન યોજના માટેની માંગણી કરી રહ્યા છે. તો ગ્રેડ પે સહિતની વિવિધ પડતર માંગણીના મુદ્દા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).