Face Of Nation 03-09-2022 : ભારત અને પાકિસ્તાન મેચ. આ સાંભળીને બંને દેશના ક્રિકેટ ચાહકો આનંદથી ઝૂમી ઊઠે છે. ભલે બંને ટીમો એકબીજા સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમતી નથી, પરંતુ વર્લ્ડ કપ અને એશિયા કપ જેવી મેગા ટુર્નામેન્ટમાં બંને વચ્ચે સામનો જરૂરથી થાય છે. 28મી ઓગસ્ટ બાદ ફરી એકવાર ચોથી સપ્ટેમ્બરે બાબર અને રોહિતની સેના એકબીજા સામે ટકરાશે. દુબઈના મેદાનમાં આ રોમાંચક મહામુકાબલો થશે. તો બીજીતરફ ફિટનેસ મામલે વિરાટ કોહલીની ચર્ચા દરેક જગ્યાએ થતી રહેતી હોય છે. ચાહકો હોય કે પછી એક્સપર્ટ્સ, બધા જ તેની ફિટનેસને દાદ દેતા હોય છે. પરંતુ કોહલી જેટલી ફિટનેસ મેળવવી આસાન નથી. તે પોતાનું ફિટનેસ લેવલ જાળવવા માટે ઘણી મહેનત કરે છે. તેણે પોતાની માટે હાઈ પેરેમિટર સેટ કર્યા છે, અને તે અચિવ પણ કરે છે. વિરાટની આવી જ એક ટ્રેનિંગનો ભાગ છે એંડ્યોરન્સ ટ્રેનિંગ, જેના કારણે તે ક્યારેય મેદાન ઉપર થાકતો નથી.
કોહલી હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડી રહ્યો છે
એશિયા કપના સુપર-4માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેચ રમાશે. આ પહેલા શનિવારે કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે, જેમાં તે એંડ્યોરન્સ ટ્રેનિંગ કરતો નજરે ચડે છે. વીડિયોમાં કોહલી હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડી રહ્યો છે તે દેખાય છે. એક્સપર્ટ્સ જણાવે છે કે હાઈ એલ્ટિટ્યૂડ માસ્ક લગાવીને દોડવાનું કારણ જ એ છે કે તેનાથી લંગ્સ મનજબૂત બને છે. અને તે ઓછી હવામાં પણ સારું કામ કરે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports “સુપર સન્ડે” એશિયા કપ; આવતીકાલે ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મહામુકાબલો, મેચ પહેલાં...