Face Of Nation 10-09-2022 : ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવીને ગુજરાત બહારના રાજકારણમાં ધકેલી દીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેનારા રૂપાણીની છાપ રીબીન કાપનારા મુખ્યમંત્રી તરીકેની જ હતી. રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી જાણે મુખ્યમંત્રી હોય તેમ મુખ્યમંત્રી પદનો કારભાર પણ તેઓ સાંભળતા હતા. જેમાં બદલીઓથી લઈને કેટલાક રાજકીય નિર્ણયોનો સમાવેશ થાય છે. ભાજપે રૂપાણીને ગુજરાતના રાજકારણમાંથી બહાર કાઢી નાખ્યા છે અને પંજાબના પ્રભારી બનાવી દીધા છે. જેને લઈને સોશિયલ સાઈટો ઉપર રમુજી કોમેન્ટોનો મારો ચાલુ થઇ ગયો છે. “ગુજરાતીઓ બાદ હવે પંજાબીઓને પણ મનોરંજન પૂરું પાડવા આવી રહ્યા છે વિજય રૂપાણી”, “હિન્દીમાં ફાંફા પડતા હૈ તો પણ રૂપાણીને ભાજપે પંજાબના પ્રભારી બના દિયા” જેવી અનેક કોમેન્ટોએ જાણે કે રૂપાણીની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે.
વિધાનસભાની ચૂંટણી ટાણે જ ભાજપે એક ઉત્તમ કામગીરી કરી છે. રાજકોટમાંથી રાજકીય ગણિતનો સરવાળો કરવામાં આવે તે પહેલા જ રૂપાણીની બાદબાકી કરીને પંજાબ મોકલી દેવામાં આવ્યા છે. જેને લઈને રાજકોટમાં ભાજપ આગામી ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરી શકશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યોના પ્રભારીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢનો હવાલો સોંપાયો છે. ભાજપે વિજય રૂપાણીને ગુજરાતમાં કરેલી કામગીરીના જશ સ્વરૂપે પ્રભારી બનાવ્યા છે. આપ શાસિત રાજ્ય પંજાબમાં રૂપાણી માટે ભાજપને બેઠી કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન હોવા છતાં હાઈકમાન્ડે રૂપાણી પર ભરોસો જતાવ્યો છે હાસ્યાસ્પદ છે તેવું લોકો માની રહ્યા છે. સોશિયલ સાઇટોમાં એવી પણ કોમેન્ટો ઉઠી છે કે, પંજાબીઓ માટે ભાજપે એક ઉત્તમ મનોરંજન પૂરું પાડ્યું છે, કારણ કે રૂપાણીની હિન્દી રમુજી છે અને પંજાબમાં હિન્દી ભાષા બોલવી જરૂરી છે.
ગુજરાતમાં રૂપાણીનો રોલ હવે પૂરો થઈ ગયો છે. રૂપાણીએ ઉમેદવારી માટે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ભાજપ હાઈકમાન્ડ ટીકિટ આપશે તો લડશે પણ હવે પ્રભારી બનાવતાં રાજકોટમાંથી ભાજપે બીજો ઉમેદવાર ઉભો રાખો પડશે એ નક્કી થઈ ગયું છે.હાર્યો જુગારી બમણું રમે એમ ભાજપે રૂપાણી પર જુગાર ખેલ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).