Face Of Nation 21-09-2022 : ગુજરાતમાં રાજકીય રેલીઓ અને રાજકીય ગતિવિધિ તેજ થતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આવતા ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સાથે જ બોચાસણવાસી પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં દેશ વિદેશથી લાખ્ખો હરિભક્તો ગુજરાત આવશે, જેથી આ મહોત્સવ ચૂંટણી પ્રચારનું પણ ઉત્તમ માધ્યમ બની જશે તેવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સંપ્રદાયના લોકો અને સંતો મોદીથી આકર્ષિત છે અને ભાજપને વરેલા છે. જેથી ભાજપ પણ જાણે કે આ મહોત્સવનો ફાયદો ઉઠાવી લેશે તેમ ડિસેમ્બરમાં જ ચૂંટણીની જાહેરાત થતા વિદેશથી આવનારાઓના પણ મતો મળી શકે તેવું આયોજન પાર પડી શકે તેમ છે.
આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિતના અનેક રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેને લઈને નરેન્દ્ર મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ગુજરાતમાં સભાઓ અને રેલીઓનો દોર શરૂ કરીને મતદારોને રીઝવવા અનેક પ્રયાસો કરવાના ચાલુ કરી દીધા છે. ગુજરાતીઓના નસે નસમાં મોદી વસે છે એટલે ભાજપની હાર થાય તે શક્ય નથી પરંતુ આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અસરકારક ભૂમિકા નિભાવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત લઈને પોલીસ તેમજ વહીવટી વડાઓ સાથે એક ગુપ્ત બેઠક યોજવામાં આવી હોવાની માહિતી મળી છે. આ બેઠકમાં સુરક્ષા અને ચૂંટણીની તૈયારીને લઈને કેટલીક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રૂપરેખાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ ચૂંટણી કમિશનર પત્રકાર પરિષદનું આયોજન કરીને ચૂંટણીની તારીખો જાહેર કરશે તેવી સત્તાવાર સૂત્રો પાસેથી જાણકારી મળી છે. ઓક્ટોમ્બર મહિના અંતમાં અથવા નવેમ્બર મહિનાની શરૂઆતમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).