Home World અમેરિકાનાં ન્યૂજર્સી શહેરનાં ભારતીય મૂળનાં બે યુવકોએ કર્યા સમલૈંગિક લગ્ન

અમેરિકાનાં ન્યૂજર્સી શહેરનાં ભારતીય મૂળનાં બે યુવકોએ કર્યા સમલૈંગિક લગ્ન

Face Of Nation:અમેરિકાનાં ન્યૂજર્સી શહેરનાં ભારતીય મૂળનાં બે યુવકોએ સમલૈંગિક લગ્ન કર્યા છે. આમાંથી એક યુવક ગુજરાતી અમિત શાહ છે. અને બીજાનું નામ આદિત્ય મદિરાજુ છે. બંનેએ ન્યુજર્સીનાં BAPSનાં સ્વામિનારાયણ મંદિરમાં લગ્ન કર્યા છે.

આ કપલે સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરતાં તેમને અઢળક શુભેચ્છાઓ મળી રહી છે. અમિત અને આદિત્યની લવ સ્ટોરી પણ ઘણી ખાસ છે.આ બંનેએ લગ્નમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કુર્તા પહેર્યા હતાં.અમિત અને આધિત્યની મુલાકાત એક કોમન મિત્ર દ્વારા બારમાં થઇ હતી. ત્યાર બાદ બંનેએ એકબીજાનો નંબર શેર કર્યો. પહેલાં વર્ષ 2016માં તેઓ સારા મિત્રો હતાં અને બાદમાં તે મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ.
ત્રણ વર્ષનાં ડેટિંગ બાદ બંનેએ આ સંબંધને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો અને આજે આ બંને એકબીજાને સાત જન્મનાં વચન આપી દીધા છે.