Face Of Nation 28-10-2022 : નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીને ફરી રિપીટ ન કરવા માટે મનાવી લીધા હોવાની ચર્ચાઓ ગુજરાત ભાજપમાં શરૂ થઇ છે. જે રીતે રૂપાણીનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું અને પંજાબમાં જવાબદારી આપીને ગુજરાતમાંથી ખસેડવામાં આવ્યા તે જોતા જ લાગી રહ્યું હતું કે વિજય રૂપાણીને ફરી ટિકિટ મળશે નહીં. ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના પૂર્વ સીએમ અને રાજકોટ ભાજપના નેતા રૂપાણીને નો રિપીટ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. આગામી ચૂંટણીમાં તેમને રિપીટ કરવામાં આવશે નહીં. ભાજપના હાઇકમાન્ડના આ નિર્ણયને કારણે જ તેમનું અગાઉથી જ સીએમ પદે રાજીનામું લઈને પંજાબ મોકલી દેવામાં આવ્યા હતા.
આજથી રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે રાણીગાવાડીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભા બેઠક 69માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ દાવેદારી કરશે. ડો. કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ નથી. પરંતુ સમર્થકો વિજય રૂપાણીનું પહેલું નામ મૂકશે, જો કે હાઇકમાન્ડ આગળ કોઈનું ચાલતું નથી. રૂપાણીના સમર્થકો રૂપાણીના ઈશારે જ તેઓ રિપીટ થાય તે માટે ભાજપના પદાધિકારીઓ ઉપર દબાણ કરી રહ્યા છે પરંતુ તેમાં તે સફળ થાય તેમ લાગતું નથી કેમ કે ભાજપ હાઇકમાન્ડે રૂપાણીને રિપીટ નહિ કરવાનું નક્કી કરી લીધું હોવાની માહિતી મળી છે. ભાજપના આ નિર્ણયની વિરુદ્ધમાં કોણ જશે અને કોણ રૂપાણી માટે ભાજપ સામે બાંયો ચઢાવે છે તેવા કાર્યકરો ઉપર પણ નજર રાખવામાં આવશે.
રૂપાણીની જગ્યાએ ચૂંટણીમાં કમલેશ મીરાણી અને જયમીન ઠાકરનું નામ ચાલી રહ્યું છે સાથે જ નીતિન ભારદ્વાજનું પણ નામ ચર્ચામાં છે પરંતુ હાઇકમાન્ડ કમલેશ મીરાણી અથવા જયમીન ઠાકરને ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ફેસ ઓફ નેશનને ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠકમાંથી રિપીટ કરવામાં ન આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Exclusive : BAPS મહોત્સવ અને ગુજરાતની ચૂંટણી બંને ડિસેમ્બરમાં યોજાશે !, તમામ તૈયારીઓ શરૂ