Home Uncategorized શરમ કરો : મોતના માતમ વચ્ચે રંગરોગાન કરી રહ્યા છો, વડાપ્રધાનની મુલાકાતને...

શરમ કરો : મોતના માતમ વચ્ચે રંગરોગાન કરી રહ્યા છો, વડાપ્રધાનની મુલાકાતને પણ ઉત્સવ બનાવશો ?

Face Of Nation 1-11-2022 : મોરબીમાં ગંભીર ઘટના બની છે. અનેક લોકોએ પરિવાર તૂટતા જોયો છે. પુલ ધરાશાયી થયો તે સ્થળે હજુ પણ જાણે કે લોકો બચવા માટે બૂમો પાડી રહ્યા હોવાનો આભાસ થાય છે. રુવાડાં ઉભા કરી નાખતી આ ઘટનામાં મોતનો મલાજો જાળવવાની જગ્યાએ વડાપ્રધાનની મુલાકાતને લઈને સરકારી હોસ્પિટલને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. લોકોને સારવારની જરૂર છે ત્યાં હોસ્પિટલની મુલાકાતે વડાપ્રધાન આવી રહ્યા હોય તેને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. શરમ કરો સત્તાધીશો અને નેતાઓ કે તમે મોતના માતમ વચ્ચે રંગરોગાન કરી ઉત્સવ હોય તેવું વાતાવરણ ઊભું કરી રહ્યા છો. દેખાવડો કરવામાં માહેર વડાપ્રધાન મોરબીની મુલાકાત ટાણે લોકોમાં પ્રજાના હિતેચ્છુનો દેખાવડો કરવા રડી પડે તો નવાઈ નહીં. ખરેખર ભાજપે અને વડાપ્રધાને શરમથી માથું ઝુકાવી દેવું જોઈએ કે આ ઘટનાની ગંભીરતાને આંખ આડા કાન કરીને સરકારી હોસ્પિટલને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે.
ખરેખર તો આવા સમયે કોઈ પણ રાજનેતાએ ઘટના સ્થળની મુલાકાત ન લેવી જોઈએ. કેમ કે આવા સમયે તંત્રના અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓ પ્રજાની સેવા કે બચાવ કાર્યમાં વ્યસ્ત હોય છે પરંતુ નેતાઓ આવતા તેઓને નેતાઓની આગળ પાછળ ફરતા થવું પડે છે. મોદીની મુલાકાતને કારણે સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે, જો કે ખરા અર્થમાં હોસ્પિટલમાં લોકોને સારવાર પુરી પાડવામાં ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તેને બદલે અત્યારે વડાપ્રધાનના આગમનને કારણે રંગરોગાન શરૂ કરી દેવામાં આવ્યું છે જે ઘણી જ ગંભીર બાબત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે – Face of Nation