Home News ભાષણ અને કામગીરીમાં તફાવત ન હોવો જોઈએ. મોદીની હિંમત હોય તો ભ્રષ્ટાચારની...

ભાષણ અને કામગીરીમાં તફાવત ન હોવો જોઈએ. મોદીની હિંમત હોય તો ભ્રષ્ટાચારની તપાસ નડિયાદથી પંકજ દેસાઈથી શરૂ કરે

Face Of Nation 3-11-2022 : આજે મોદીએ ભ્રષ્ટાચાર મામલે પોતાનું વક્તવ્ય જાહેર કરીને અનેક સવાલો ઉભા કર્યા છે. મોદીના ભાષણ અને કામગીરીમાં આસમાન જમીનનો તફાવત છે. જો મોદી ખરેખર ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ જ છેડવા માંગતા હોય તો તેની તપાસની કામગીરી સૌથી પહેલા તેમના પક્ષ ભાજપમાંથી જ કરાવે તો અનેક કાંડ બહાર આવશે. જો મોદીને ખરેખર હિંમત હોય અને કામગીરી કરવાની દાનત હોય તો ગુજરાતના નડિયાદથી જ ભ્રષ્ટાચાર સામેની તપાસના શ્રી ગણેશ કરવામાં આવે તેવી નડિયાદની જનતાની માંગ ઉઠી છે. પોતાની સામે આવાજ ઉઠાવનારને યેનકેન પ્રકારે દબાવી દઈને પોતાની હુકુમશાહી અને તાનાશાહી ચલાવનાર પંકજ દેસાઈ અને નડિયાદ નગરપાલિકા સામે અનેક વાર ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગ ઉઠી છે અને અરજીઓ પણ થઇ છે તેમ છતાં આજ દિન સુધી તેનું પરિણામ શૂન્ય છે.
જો તમારે નેતા બનવું છે અને એ પણ ભ્રષ્ટાચાર થકી તો પછી ભ્રષ્ટાચાર કરીને પણ સરકારી સિસ્ટમનો ઉપયોગ કરીને કેવી રીતે સ્વચ્છ રહેવું અને કેવી રીતે અવાજ ઉઠાવનારને દબાવી દેવા તે શીખવવા માટે ગુજરાતના નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ પાસેથી વિશેષ ક્લાસ લેવા જોઈએ. નડિયાદના આ ધારાસભ્યના માથે ભાજપ સહીત મોદીના ચાર હાથ હોવાનું કહેવાય છે પરંતુ સત્ય કંઈક જુદું જ છે. સમગ્ર નડિયાદમાં બિલ્ડરો ઉપર રહેમનજર રાખીને મંજૂરી વિના બાંધકામોની પરવાનગી આપવી તે મુખ્ય કામગીરી રહી છે. ટીપીથી માંડીને તળાવો સુધીમાં ભ્રષ્ટાચાર થકી પૈસા એકઠા કરીને ભાજપમાં ફંડ જમા કરાવનાર પંકજ દેસાઈને પક્ષ સાચવી રહ્યો છે તેવી અનેક વાતો સમગ્ર નડિયાદમાં ચર્ચા સ્થાને છે.
નડિયાદના ભ્રષ્ટાચારની વાત કરીએ તો, અગાઉ નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલ નજીક આવેલ ખેતા તળાવની ફરતે બનાવવામાં આવેલા વોક-વેની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર થયાનો વિરોધ ઉઠ્યો હતો.જેની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવે તેવી માંગ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના લીગલ સેલના પ્રમુખ જે. જી. તલાટીએ જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી રજુઆત કરી હતી.
આજદિન સુધી નડિયાદમાં કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચાર બાબતની અરજીની તપાસ થઇ નથી. અનેક અરજદારો દ્વારા નડિયાદમાં નગરપાલિકા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત રજુઆત ઉપર થી નીચે સુધીના તમામ અધિકારીઓને કરવા છતાં પંકજ દેસાઈના પ્રભાવમાં ભ્રષ્ટાચારની તપાસ કરવાને બદલે તમામ અધિકારીઓ મામલો દબાવી દેતા આવ્યા છે. ગાંધીનગરથી માંડીને નડિયાદ સુધી કોઈ અધિકારી કે ભાજપના નેતાની તાકાત નથી કે પંકજ દેસાઈના ગઢ ગણાતા એવા નડિયાદમાં ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરાવી શકે. કેમ કે જો આ તપાસ થાય તો ભાજપ ઉપર જ ભ્રષ્ટાચારના છાંટા ઉડે તેમ છે, અને આ જ ડરના લાભે પંકજ દેસાઈ ગજબ ફાવી ગયા છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટે પણ આ મામલે દખલગીરી કરીને એક પીઆઈએલ સંદર્ભે રિપોર્ટ માંગ્યા હતા તેમ છતાં નડિયાદમાં અધિકારીઓ પંકજના ઈશારે કામ કરતા હોઈ હાઇકોર્ટમાં થયેલી પીઆઇએલની પણ કોઈ અસર થઇ નહોતી. વર્ષ 2020માં નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા સંદર્ભે તપાસ કરવામાં ન આવતા અરજદારે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. જે સંદર્ભે નગરપાલિકા પાસેથી આ બાબતે તપાસ કરીને રિપોર્ટ મોકલી આપવા માટેનો આદેશ કર્યો હતો. આ કામો પૈકી પાલિકામાં ગેરકાયદે બાંધકામોને તારીખ વીતી ગયા બાદ ઇમ્પેકટ ફી લઇને તેને કાયદેસર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમજ અન્ય વિકાસના કામોનું રજિસ્ટર પણ નિભાવવામાં આવતુ ન હોવા સહીત અનેક ભ્રષ્ટાચારોની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય બાબત છે કે, ઈમ્પૅક્ટ ફીમાં ખુદ પંકજ દેસાઈનું નામ પણ છે. જેથી એ વાત ફલિત થાય છે કે પહેલા દેસાઈએ કાયદાની ઐસી કી તૈસી કરીને અને પોતાની સત્તાનો દુરપયોગ કરીને ગેરકાયદે બાંધકામ કર્યું હતું અને બાદમાં સરકારે ઈમ્પૅક્ટ ફીનો કાયદો જાહેર કરતા પંકજ દેસાઈએ પણ પોતાના નામ જોગ ઈમ્પૅક્ટ ફી ભરીને તેને કાયદેસર કરાવી લીધું હતું. આ ઈમ્પૅક્ટ ફીમાં પંકજ દેસાઈના આશીર્વાદથી ખાલી જગ્યાઓનો પણ સમાવેશ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા હતા પરંતુ આ બાબતની તપાસ ક્યારેય થઈ શકી જ નથી કેમ કે ગુજરાતમાં અધિકારીથી માંડીને ભાજપના નેતાઓ સુધીમાં કોઈ માઈનો લાલ નથી કે જે પંકજ સામે તપાસ કરાવી શકે તેમ નડિયાદના લોકોનું માનવું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે