Home Politics કર્ણાટક:બહુમત સાબિત ન થતા કુમારસ્વામી સરકારનું પતન ,યેદિયુરપ્પા બની શકે છે સીએમ

કર્ણાટક:બહુમત સાબિત ન થતા કુમારસ્વામી સરકારનું પતન ,યેદિયુરપ્પા બની શકે છે સીએમ

Face Of Nation:કર્ણાટકમાં છેલ્લા 21 દિવસથી ચાલી રહેલા રાજનીતિક ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ અને જેડીએસની કુમારસ્વામી સરકાર વિશ્વાસમત પ્રસ્તાવ દરમિયાન બહુમત સાબિત ન કરી શકતા પડી ભાંગી છે. વિપક્ષમાં 105 વોટ પડ્યા હતા. જ્યારે સરકારના સમર્થનમાં 99 વોટ પડ્યા હતા.કુમારસ્વામી સરકારનું પતન થયા પછી બીજેપીના ધારાસભ્યોને યેદીયુરપ્પાને અભિનંદન પાઠવ્યા હતા. 14 મહિનામાં જ કોંગ્રેસ અને જેડીએસની સરકાર પડી ગઈ છે. વિશ્વાસ મત દરમિયાન 204 સભ્યો હાજર રહ્યા હતા.

કર્ણાટક વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. કોઈ અણગમતી ઘટનાને કારણે પોલીસ સચેત છે.ફ્લોર ટેસ્ટમાં હાર્યા પછી એચડી કુમારસ્વામીએ પોતાનું રાજીનામું આપશે. આ પછી ભાજપા સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ભારતીય જનતા પાર્ટી કાલે વિધાયક દળની બેઠક કરશે. આ પછી યેદિયુરપ્પા ચોથી વખત સીએમ બની શકે છે.