Home Uncategorized સત્તા માટે ભાજપ ઝૂકી ગઈ ? : મોદી અને અમિત શાહ વિરુદ્ધ...

સત્તા માટે ભાજપ ઝૂકી ગઈ ? : મોદી અને અમિત શાહ વિરુદ્ધ બેફામ બોલનાર હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપવી પડી

Face Of Nation 11-11-2022 : ભાજપ સામે બેફામ બોલીને અનામત આંદોલન થકી ઘેરાવ કરીને મુશ્કેલી ઉભી કરનારને જ ભાજપે ટિકિટ આપવી પડી છે. પાટીદાર અનામત આંદોલનના સહારે રાજકીય રોટલા શેકનાર હાર્દિક પટેલે ભાજપ, મોદી અને અમિત શાહ વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો હતો તેમ છતાં ભાજપે આજે ઝૂકીને હાર્દિક પટેલને ટિકિટ આપવી પડી છે. ભાજપ માટે ખુબ જ શરમજનક બાબત છે કે, જે વ્યક્તિએ બેફામ ભાષણબાજી કરી એને જ પક્ષમાંથી ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી.
હાર્દિક પટેલ ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં ભાજપનો ખેસ નહિ પહેરીને રીતસર તેની દાદાગીરી અને જિદ્દી સ્વભાવના લોકોને પરચા આપે છે તેમ છતાં ભાજપે તેને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યો છે. વિરમગામની બેઠક ઉપરથી ભાજપે હાર્દિકને ટિકિટ આપીને વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો છે અને જે ભાજપ વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો તે જ ઉમેદવારના પ્રચાર માટે ભાજપીઓને લાગી જવા આદેશ કરવામાં આવ્યા છે. ભાજપ માટે આ એક ખુબ જ શરમજનક બાબત છે. આ વાત ઉપરથી એવી પણ ચર્ચાઓ ઉઠી છે કે, એક લબર મુછિયાએ મોદી સહીત સમગ્ર ભાજપને ઝુકાવી દીધું અને તેની જીદે ભાજપમાં પ્રવેશ અને ટિકિટ મેળવી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો). 

સત્તા માટે ભાજપ ઝૂકી ગઈ ? : મોદી અને અમિત શાહ વિરુદ્ધ બેફામ બોલનાર હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપવી પડી