Home Uncategorized ભારતના પહેલા વડાપ્રધાન, જેમણે સ્વીકાર કર્યો કે સૌથી વધુ ગાળો હું ખાઉં...

ભારતના પહેલા વડાપ્રધાન, જેમણે સ્વીકાર કર્યો કે સૌથી વધુ ગાળો હું ખાઉં છું

Face Of Nation 12-11-2022 : ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ વડાપ્રધાને એવો સ્વીકાર કર્યો કે, દિવસમાં સૌથી વધુ ગાળો હું ખાઉં છું. ભાજપના નરેન્દ્ર મોદીએ આ સ્વીકાર કર્યો છે જેને લઈને એમ ચોક્કસ કહી શકાય કે, નરેન્દ્ર મોદી પોતે પણ માને છે કે લોકો તેમને ગાળો વધુ આપે છે. તેલંગાણામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને દરરોજ 2-3 કિલો ગાળો મળે છે, પરંતુ તેમનું શરીર તે ગાળોને પોષણમાં ફેરવી દે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા આ વાત કહી. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે શું મોદીજી તમે થાકતા નથી, તો હું તેમને કહું છું કે ભગવાને મારા શરીરમાં એક એવી મિકેનિઝમ બનાવી છે કે જે ગાળો પ્રોસેસ થઈને ન્યુટ્રિશન બની જાય છે.
વડાપ્રધાન હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર જનતાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો નિરાશા અને હતાશાના કારણે સવાર-સાંજ મોદીને ગાળો આપતા રહે છે. તેમણે આખી ડિક્શનરી મોદીને ગાળો આપવા માટે ખર્ચી નાખી છે. હું તમને વિનંતી કરું છું કે આવી બાબતોથી પરેશાન ન થાઓ, કારણ કે તેમની પાસે ગાળો આપવા સિવાય બીજું કંઈ બચ્ચું જ નથી. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે હું તો છેલ્લા 20-22 વર્ષથી વેરાયટી-વેરાયટીની ગાળો ખાઈ ચૂક્યો છું. તમે આ ગાળો વિશે ચાય પર હસી મજાક કરો. બીજા દિવસે કમળ ખીલવાનું છે, આ ખુશીમાં આગળ વધો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો). 

ધર્મ સત્તા રાજ સત્તાને શરણે : જાંબુસરમાં સ્વામિનારાયણના સાધુને ભાજપે ટિકિટ આપી