Home Uncategorized શરમજનક ઘટના : પ્રજા આગળ આવે તે જરૂરી, સરકારની ઝાટકણી કાઢતા અને...

શરમજનક ઘટના : પ્રજા આગળ આવે તે જરૂરી, સરકારની ઝાટકણી કાઢતા અને ગુનેગારોને દંડતા ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસની બદલી !

Face Of Nation 18-11-2022 : સરકાર જયારે પ્રજા સાથે કોઈ અન્યાય કરે તો પ્રજા રસ્તે ઉતરી આવે છે અને વિરોધ કરીને સરકારે લીધેલા નિર્ણયને રદ્દ કરવાની ફરજ પાડે છે. તેવામાં આજે ગુજરાતમાં બનેલી એક ગંભીર અને શરમજનક ઘટનામાં પ્રજાએ એક અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે. પ્રજાની સુરક્ષા અને પ્રજાના પ્રશ્નો સહીત ગુનેગારો સંદર્ભે કડક વલણ દાખવતા અને બેજવાબદારી બદલ સરકારની ઝાટકણી કાઢીને પ્રજાને ન્યાય મળી રહે તેવી કામગીરી કરનાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કરિઅલની બદલીની ભલામણ કરવામાં આવી છે. જો આ બદલી સફળ થઇ તો લોકશાહી માટે એક કલંકિત ઘટના માનવામાં આવશે. આ અહેવાલ પ્રજાને ભડકાવવા કે ઉશ્કેરવા માટે નથી પરંતુ સરકારની તાનાશાહી ઉપર કાબુ મેળવવા માટે છે કેમ કે હાઇકોર્ટના જસ્ટિસ પણ મુક્ત મને કામ ન કરી શકે ત્યારે પ્રજાની સુરક્ષા અને પ્રજાના હક્કો જોખમમાં મુકાઈ જાય છે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
ગુજરાતના ઇતિહાસમાં ન બનેલી ઘટનાઓ ભાજપના રાજમાં બની રહી છે. કાયદાને કાળી ટીલ્લી સમાન ગંભીર ઘટના આજે બની છે. આ ઘટનાએ ન્યાયાલયમાં રાજકારણનો હસ્તક્ષેપ જાહેર કરી દીધો હોવાના પણ અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરજ બજાવતા નિષ્પક્ષ અને નીડર એવા જસ્ટિસ નિખિલ કરિઅલે આપેલ એક ચુકાદો અને સરકારી વકીલના અણગમાને પગલે રાજકીય ઈશારે એક સજ્જન જસ્ટિસની બદલી કરી દેવામાં આવી હોવાની અનેક ચર્ચાઓ ઉઠી છે. ફેસ ઓફ નેશન આ ચર્ચાની પુષ્ટિ કરતું નથી પરંતુ હાઇકોર્ટ જસ્ટિસની બદલી જે રીતે થઇ છે તે સંપૂર્ણ કાર્યવાહી વખોડવા લાયક છે. જો આમ જ ચાલશે તો કોર્ટની મર્યાદા અને કાયદાનો ડર કોઈને રહેશે નહીં.
ભાજપ સરકારના રાજમાં કોઈ અધિકારી માઈનો લાલ નથી કે જે સરકાર વિરુદ્ધ કામગીરી કે કાર્યવાહી કરવાની હિંમત ધરાવે. કેટલાક અધિકારીઓ છે કે જેઓ તેમની ફરજને જ સર્વસ્વ માને છે પરંતુ તેવા અધિકારીઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે અને એવી જગ્યાએ મૂકી દેવામાં આવે છે કે જ્યાંથી તેઓ શેકેલો પાપડ પણ ભાંગી શકે નહીં, સજાના ભાગરૂપે કરવામાં આવતી બદલીઓથી પરેશાન થતા અધિકારીઓ આખરે હારી, કંટાળી અને થાકીને સરકારને તાબે થઇ જાય છે અને સરકારી અધિકારી બની જાય છે. આ પરિસ્થિતિ સરકારી તંત્રથી હવે ન્યાયાલયોમાં ઘુસી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મોટાભાગના બહાદુર અને કાયદાને વરેલા જસ્ટિસને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. ન્યાયાલયમાં સત્તાનો હસ્તક્ષેપ અને ન્યાયાલયમાં બેઠેલા ન્યાયધીશોને સત્તાનો ડર સતાવવા લાગે ત્યારે લોકશાહી સંપૂર્ણ પણે નાશ પામે છે. જો કે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું શરૂ થઇ ગયું છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આજે કોઈ જસ્ટિસ સરકારની કામગીરીની કડકાઈથી આલોચના કરવા કે કડકાઈથી કાર્યવાહી કરવાની હિંમત ધરાવતા નથી.

શું વિવાદને લઈને જસ્ટિસની બદલી માટે ભલામણ થઇ ?
ફેસ ઓફ નેશનને મળેલી માહિતી પ્રમાણે, ગુજરાતના એક ચકચારી કેસમાં હાઈપ્રોફાઈલ આરોપીઓએ આગોતરા જમીન અરજી કરી હતી. આ જામીન અરજીની સુનાવણી જસ્ટિસ નિખિલ કેરિયલની કોર્ટમાં ચાલી જતા તેઓએ તમામ આરોપીઓના આગોતરા જામીન રદ્દ કર્યા હતા. જેને લઈને આ કેસમાં આરોપી તરફે હાજર થયેલા એક સિનિયર વકીલે સુપ્રીમમાં ગુજરાત હાઇકોર્ટના આ જસ્ટિસે કરેલા હુકમ વિરુદ્ધ કેસને સંદર્ભે ખોટી રજુઆત કરી હતી. જે રજૂઆત કરનાર સિનિયર વકીલ હતા તેમના સાહેબ એટલે કે તેમના પણ સિનિયર એડવોકેટે ભાજપના એક દિગ્ગ્જ નેતાને જેલમાંથી છોડાવ્યા હતા અને તેઓની તેમની ખુબ જ નિકટના વ્યક્તિ તરીકેની ગણના થાય છે. સાથે જ હાઇકોર્ટમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, સરકારી વકીલની આ જસ્ટિસે ઝાટકણી કાઢી હતી અને તેને લઈને પણ સરકારી વકીલ આ જસ્ટિસથી નારાજ હતા.

ગુજરાત હાઇકોર્ટમાં સત્તા પ્રમાણે સરકારી વકીલ બદલાય છે !
ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલ જે સત્તા આવે તેમના અનુરૂપ બદલાય છે. જયારે હાઇકોર્ટ શરૂ થઇ ત્યારે એડવોકેટ જનરલ જે.એમ.ઠાકોર હતા. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી તે જ એડવોકેટ જનરલ રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમ્યાન અનેક સરકારોએ રાજ કર્યું પણ તે મૃત્યુ સુધી યથાવત હતા. તેમના મૃત્યુ પછી જે પણ સરકારો આવી તેમણે તેમના મનગમતા એડવોકેટ જનરલની નિયુક્તિ કરવાની શરૂઆત કરી અને હાઇકોર્ટમાં રાજકારણની દખલઅંદાજી શરૂ થયાની ચર્ચાઓ ઉઠી.

બદલીની ભલામણ સામે વકીલો હડતાલ ઉપર ઉતર્યા
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને હાઈકોર્ટના જજ જસ્ટિસ નિખિલ કેરિયલની બદલીના વિરોધમાં પહેલેથી જ હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. વકીલો માટે સર્વાનુમતે હડતાળની જાહેરાત ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન તરફથી કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો). 

ધર્મ સત્તા રાજ સત્તાને શરણે : જાંબુસરમાં સ્વામિનારાયણના સાધુને ભાજપે ટિકિટ આપી