Home News ભારત વિકાસશીલ છે અને મોદી વૈશ્વિક નેતા છે તો લોકો વિદેશ કેમ...

ભારત વિકાસશીલ છે અને મોદી વૈશ્વિક નેતા છે તો લોકો વિદેશ કેમ ભાગી રહ્યા છે ?, USAના વિઝા માટે 2025 સુધી વેઇટિંગ

Face Of Nation 19-11-2022 : જે લોકો એમ કહે છે કે, “ભાજપ જેવો કોઈ પક્ષ નહીં અને મોદી જેવા કોઈ નેતા નહીં, આ બંનેએ ભારત દેશને આગવી ઓળખ આપી છે અને વિકાસ કર્યો છે” એવા લોકો પોતાના સંતાનોને વિદેશમાં સ્થાયી કરવા મહેનત કરી રહ્યા છે. 2014થી મોદી આવ્યા ત્યારથી વર્ષે સરેરાશ 1.25 લાખ લોકો ભારતનું નાગરિકત્વ છોડી રહ્યાં છે. જેમાં ગુજરાતના લોકો સૌથી વધુ છે. 2017થી દર વર્ષે લાખ્ખો લોકો અમેરિકા, કેનેડા અને યુકે સહીત ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા નીકળ્યા છે. એક ચોંકાવનારી માહિતી પ્રમાણે ભારતમાં એટલા બધા લોકોએ વિદેશ જવા માટે વિઝા લેવા લાઈન લગાવી છે કે જેનું વેઇટિંગ લિસ્ટ 2025 સુધી પહોંચ્યું છે. ડેટા અનુસાર, 2019માં સૌથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. નાગરિકતા ત્યાગની 40% અરજી અમેરિકાથી આવે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડા મળીને 30% લોકો છે જે ભારતના નાગરિક મટી રહ્યાં છે.
વિશ્વ પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર પાસપોર્ટ પાવર રેન્કમાં ભારત 69માં નંબરે છે. અન્ય દેશો સાથે તેની સરખામણી કરીએ તો – ઓસ્ટ્રેલિયાનો ક્રમ ત્રીજો, યુએસએ 5મો, સિંગાપોર 6ઠ્ઠો અને કેનેડા 7માં ક્રમે છે. ટોચ પર UAE નંબર 1 પર અને ન્યુઝીલેન્ડ નંબર 2 પર છે. જે પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગ જેટલું ઊંચું હોય તે દેશના લોકોને ઘણા દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરવાની તક મળે છે. તેઓને ઇમિગ્રેશન પ્રક્રિયામાં અમલદારશાહી વિલંબમાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. જે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ફાયદાકારક છે. નાગરિકતા છોડી દેનારા લોકોમાં 2020માં 6,705 જેટલા લોકો અમેરિકામાં છે. દેશમાં શ્રીમંતો વધતાં 1990થી 2017 સુધીમાં ભારતમાંથી વિદેશમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રપ્રેમ નહીં પણ વિદેશ પ્રેમ મહત્વનો છે. ભારતીય મૂળના લગભગ 2 કરોડ – 20 મિલિયન લોકો 2020 સુધીમાં વિદેશમાં વસવાટ કરી રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં પોતાનો દેશ છોડનારા લોકોમાં ભારતીયો પ્રથમ છે. સ્થળાંતર કરનારા દેશોની યાદીમાં વિશ્વમાં સૌ પ્રથમ ક્રમ ધરાવે છે. ઇન્ડિયાસ્પેન્ડ દ્વારા યુનાઇટેડ નેશન્સ ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીક એફેર્સના આંકડાના એનાલિસીસમાં જણાવવામાં આવ્યું છે કે 1990માં ભારતીય મૂળના લગભગ 70 લાખ લોકો વિદેશમાં સ્થાયી થયા હતા. જે આંકડો 2017માં 17 મિલિયન સુધી પહોંચી ગયો હતો. ગુજરાતમાં દર વર્ષે 1.20 લાખ રાજનેતાઓ ચૂંટાય છે. તેઓ પણ પોતાના સંતાનોને વિદેશ મોકલી દે છે. ભાજપના 50 ટકા નેતાઓના સંતાનો વિદેશ ભણ્યા છે કાંતો વિદેશ રહે છે. તેમનામાં રાષ્ટ્ર પ્રેમ નહીં પણ સંપત્તિ અને સુખ પ્રેમ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો). 

શરમજનક ઘટના : પ્રજા આગળ આવે તે જરૂરી, સરકારની ઝાટકણી કાઢતા અને ગુનેગારોને દંડતા ગુજરાત હાઇકોર્ટ જસ્ટિસની બદલી ! – Face of Nation