Face Of Nation 19-11-2022 : ચૂંટણી આવતા જ ન ડોકાતા નેતાઓ પ્રજા આગળ હાથ જોડીને ઉભા રહે છે, અવનવા વાયદાઓ કરે છે, નાટકો યોજે છે અને લોકો પાસે મતોની ભીખ માંગે છે. ખેર ! આ વાતો તો સામાન્ય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેકોર્ડ કર્યો છે. આ રેકોર્ડ પ્રમાણે ભારતમાં જો કોઈ વડાપ્રધાને સૌથી વધુ ચૂંટણી સભાઓ અને રોડ શો કર્યા હોય તો તે નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાન પદની એક ગરિમા હોય છે પરંતુ નરેન્દ્ર મોદી માટે કોઈ ગરિમા લાગુ પડતી ન હોય તેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ રાજ્યનો વારંવાર પ્રવાસ કરે છે, રોડ શો કરે છે અને ચૂંટણી સભા યોજે છે. અત્યાર સુધી ભારત દેશમાં કોઈ પણ વડાપ્રધાને ચૂંટણી ટાણે નરેન્દ્ર મોદી જેટલી સભાઓ કે રોડ શો યોજ્યા નથી.
2014થી અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ ભારતના મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી લક્ષી સભાઓ, રેલીઓ અને ઉદ્ઘાટનો કર્યા છે. ભાજપ પક્ષના પ્રચાર માટે વડાપ્રધાને રેકોર્ડબ્રેક સભાઓ ગજવી છે. ભાજપનો પણ મોદી સિવાય ઉદય જ નથી. મોદી સિવાય ભાજપ ચૂંટણી જીતી શકે તે વાતમાં દમ નથી તેમ છતાં ભારતના ઘણા રાજ્યોમાં મોદીએ સભાઓ, રોડ શો કરીને બુમરાણ મચાવી લોકો પાસે મત માટે આજીજી કરી હોવા છતાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. હાલ મોદી ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોદીએ સભાઓ, રેલીઓ અને રોડ શો કરીને ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. ગુજરાતથી પોતાના રાજકારણની શરૂઆત કરનારા મોદીએ ગુજરાતના રાજકારણના તમામ નિર્ણયો પોતાની જાતે કરે છે.
વડાપ્રધાન મોદીની સભા કે રોડ શો ટાણે જે તે રાજ્યમાં બસો કે અન્ય વાહનો દ્વારા લોકોને મોટી સંખ્યામાં એકઠા કરવામાં આવે છે. જે રાજ્યમાં ભાજપની સરકાર હોય તે રાજ્યમાં મોદીની સભા માટે સરકારી તામજામ થાય છે. સરકારી બસોથી માંડીને સરકારી અધિકારીઓને ચૂંટણી સભા કે રેલી માટે કામે લગાડી દેવામાં આવે છે. સરકારની તિજોરીમાંથી મોટી રકમો વાપરવામાં આવે છે. મોદીના નામે આ એક પણ વધુ રેકોર્ડ કહી શકાય કે સૌથી વધુ ચૂંટણી સભાઓ અને રેલીઓ પાછળ ખર્ચ થતો હોય તો તે પણ વડાપ્રધાન મોદી છે. અત્યારસુધીના કોઈ પણ વડાપ્રધાનનની ચૂંટણી સભા કે રોડ શોમાં આટલો ખર્ચો નહીં થયો હોય જેટલો મોદીની સભા અને રોડ શોમાં કરવામાં આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).