Face Of Nation 20-11-2022 : ગુજરાત સહીત ભારતમાં અનેક રાજ્યોમાં સાધુઓને રાજકીય રંગ લાગ્યો છે. ભગવાનની ભક્તિ અને ધર્મનો પ્રચાર છોડીને કહેવાતા સાધુઓ હવે નરેન્દ્રભાઈની ભક્તિમાં તલ્લીન થઇ ગયા છે અને આરાધનામાં ગરકાવ થઇ ગયા છે. ગુજરાતમાં તો સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુને ભાજપે ટિકિટ પણ આપી અને વિધાનસભાની ચૂંટણીમાં પોતાને મત આપવા પ્રચાર પણ શરૂ કર્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સાધુ નૌતમ હાલ ખુલ્લે આમ હિન્દુત્વના નામે ભાષણો આપીને વિડીયો વાયરલ કરીને ભાજપનો પ્રચાર કરી રહ્યા છે.
જો હિન્દૂ હિત કી બાત કરેગા વો હી ગુજરાત પે રાજ કરેગાના નારા લગાવનારા સાધુ એટલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ. આ સાધુ અવારનવાર ભાજપના નેતાઓને મળે છે. કહેવાય છે કે, બંધુકધારી બોડીગાર્ડ લઈને ફરતા આ રાજકીય કહેવાતા સાધુએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાતોરાત આચાર્યની બદલીમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કોઈ પણ સભામાં આ નૌતમનો અંદાજ રાજકીય નેતા જેવો હોય છે. બોડીગાર્ડ અને સાથે સાધુઓની મંડળીથી ભાજપના દિગ્ગજ નેતાઓ તેમને હાથ જોડે છે કેમ કે, તેમના ભક્તોની સંખ્યા મોટી છે અને એટલે જ તેમની વોટબેન્ક ભાજપને ફાયદો કરાવે તેવી નેતાઓની પ્રબળ ઈચ્છા હોય છે. જો કે તેમની ઈચ્છા નૌતમ જેવા કહેવાતા સાધુઓ પૂરી પણ કરે છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ નૌતમનું વર્ચસ્વ છે જેનો ફાયદો ભાજપ લે છે અને બીજી બાજુ ભાજપની દેશમાં સત્તા છે જેનો ફાયદો નૌતમ જેવા સાધુઓ હિન્દુત્વના નામે ભાજપનો પ્રચાર કરીને લે છે. બંને બાજુ એકબીજાનો ઉપયોગ અને ફાયદા છે જેથી બંને એક બીજા માટે મહેનત કરે છે. સાધુતાની વ્યાખ્યાય સાચવવાનો જો કોઈને શ્રેય જતો હોય તો તે ગુજરાતના જૂનાગઢમાં વસતા સાધુઓને ફાળે જાય છે. નૌતમ પ્રકાશ હાલ તેમના સોશિયલ સાઈટોમાં હિન્દુત્વને સપોર્ટ કરતા વિડીયો ખુલ્લેઆમ વાયરલ કરે છે અને ભાજપ માટે મહેનત કરે છે.
ભાજપને મત આપવા માટે સાધુ નૌતમે કરેલી અપીલ જે ભાજપ દ્વારા વાયરલ કરવામાં આવી છે તે સાંભળો :
"સોમનાથનો વિકાસ હોય કે અંબાજીનો વિકાસ હોય, ગિરનાર, પાલિતાણા, ડાકોર કે દ્વારકાનો વિકાસ હોય આ તમામ પવિત્ર કામો નરેન્દ્રભાઈના હાથે થઈ રહ્યાં છે." pic.twitter.com/CfPSbbwVCa
— BJP Gujarat (@BJP4Gujarat) November 8, 2022
“હિન્દૂ હિત કી બાત કરેગા વોહી ગુજરાત પે રાજ કરેગા” સાધુ નૌતમે કરેલું નિવેદન સાંભળો :
🚩जो हिंदू हित की बात करेगा वही गुजरात पे राज करेगा 🚩 #hindu #Gujarat pic.twitter.com/nUDxSyUUDv
— Nautam swamiji (@Nautamswami) November 9, 2022
આ કહેવાતા સાધુ ભાજપના દિગ્ગજો સાથે સારો સંપર્ક ધરાવતા હોવાનું માનીને કેટલાય ભાજપના જુનિયર નેતાઓ અને ટિકિટ મેળવતા ઇચ્છતા લોકો ચરણાર્વિન્દ સ્પર્શ કરવા નિયમિત પહોંચી જાય છે અને કેટલાક તો તેમને પધરામણી માટે પણ બોલાવીને વિસ્તારમાં તેમનો મોભો પાડે છે. આવા સાધુઓના પ્રતાપે ભાજપનો હિન્દુત્વનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે પરંતુ જયારે ભગવો ધારણ કરીને ધર્મના પ્રચાર માટે અને સમાજની રક્ષા કાજે ઘરબાર અને સંસારની માયાનો ત્યાગ કર્યો હોય ત્યારબાદ રાજકીય રંગરોગાન ક્યારેય ભગવા વસ્ત્રને શોભતું નથી. ખરેખર હિન્દુત્વના નામે લોકોને આવા કહેવાતા સાધુઓ ભડકાવે છે અને તેમની વિરુદ્ધ લોકોને ભડકાવવા બદલ પોલીસ ફરિયાદ થવી જોઈએ. હિન્દુત્વના નામે લોકોને ભડકાવવા નેતાઓ ઓછી મહેનત કરી રહ્યા હતા કે હવે તેમાં સાધુઓએ પણ એન્ટ્રી લઇ લીધી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
રેકોર્ડ : ચૂંટણી ટાણે સભાઓ સંબોધનારા અને રોડ શો કરનારા નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન