Home Uncategorized Exclusive : વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે, EVM સેટિંગની વાતો ખોટી હશે...

Exclusive : વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા હશે, EVM સેટિંગની વાતો ખોટી હશે તો ભાજપ 100નો આંક પણ પાર નહીં કરે

Face Of Nation 24-11-2022 : અમેરિકા જેવા દેશોમાં આજે પણ મતદાન બેલેટ પેપરથી કરવામાં આવે છે. ટેક્નોલોજી યુક્ત જાપાનમાં પણ મતદાનમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં એક દેશ ટેક્નોલોજીમાં નંબર વન છે અને એક વિશ્વમાં નંબર વન છે છતાં બંનેમાંથી કોઈ એવીએમ મશીનનો ઉપયોગ ચૂંટણીમાં કરતા નથી. પાકિસ્તાન પણ ચૂંટણીમાં એવીએમ મશીનનો ઉપયોગ કરતું નથી. ઘણા દેશોનું માનવું છે કે મશીનરી દ્વારા થતું મતદાન વિશ્વાસપાત્ર નથી. જો કે ભારતમાં એવીએમ મશીનની વિશ્વસનીયતા અંગે અનેકવાર સવાલો ઉભા થયા છે. ભાજપ એવીએમ સાથે ચેડા કરીને બહુમતીથી ચૂંટણીમાં જીત મેળવતો હોવાના પણ અનેકવાર આક્ષેપો થયા છે. જો કે આ વાત સાચી હોય તો આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પરિણામો જંગી બહુમતી સાથે ભાજપની તરફેણમાં હશે અને ભાજપ 125 થી 130 બેઠકો સાથે સરકાર બનાવશે. પરંતુ જો આવું કઈ નહીં થાય અને ચૂંટણી નિષ્પક્ષ યોજાશે તો ચોક્કસ ભાજપને ફટકો પડવાની સંભાવના છે.
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ચોક્કસથી લોકોને ચોકાવનારા સાબિત થશે. કેમ કે, આ વખતે ભાજપમાં પણ ઉકળતો ચરુ અને કાર્યકરોમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. ભાજપના કેન્દ્રીય નેતાઓની સભાઓમાં ખુરશીઓ ખાલી દેખાઈ રહી છે અને પ્રજા પણ હવે ભાજપની કામગીરીથી નારાજ દેખાઈ રહી છે. કેટલાક ભાજપ પ્રેમીઓ અનેક કારણો કાઢીને સરકારનો બચાવ કરી રહ્યા છે પરંતુ પ્રજા હવે કંટાળી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીને સુરત સહીત કેટલીક બેઠકો ઉપર મળતો લોકોનો આવકાર જોઈને પણ ભાજપ ચિંતામાં મુકાઈ ગયું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ચૂંટણી પ્રચારમાં જંપલાવ્યું છે અને પ્રજાનો વિશ્વાસ ભાજપના મતમાં પરિવર્તિત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગોધરા રમખાણોથી મોદીના રાજકારણની શરૂઆત થઇ, હિન્દુવાદી નેતા બનીને મોદી ચર્ચામાં આવ્યા. 2002માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 127 સીટો મળી જયારે કોંગ્રેસને 51 સીટો મળી. લોકો ભલે એમ માનતા હોય કે મોદી લોકપ્રિય નેતા છે પરંતુ તેમના રાજમાં હંમેશા કોંગ્રેસની પ્રગતિ થઇ છે. મોદી કોંગ્રેસને ફળ્યા હોય તેમ હવે જાણે કે કોંગ્રેસનો સૂર્યોદય થવા લાગ્યો. 2002 બાદ 2007માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 51થી વધીને 59 સીટો મળી જયારે ભજપને 117 સીટો મળી. આ વખતે મોદીનો પ્રભાવ વધ્યો હોવા છતાં સીટોમાં ઘટાડો થયો. ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની સીટોમાં એક સીટ વધતા કુલ 60 સીટો મળી હતી. 2012 બાદ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતાં. ત્યારબાદ ભાજપને 2016માં યોજાયેલી ચૂંટણીમાં ભજપને 99 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 77 સીટો મળી હતી. જો કે આગામી ચૂંટણીમાં પણ ભાજપને નુકસાન થાય તેવી શંકા સેવાઈ રહી છે.
હાલનું વાતાવરણ જોતા ભાજપ આવનારી ચૂંટણીમાં 100નો આંક પણ પાર નહીં કરી શકે અથવા તો માંડ માંડ 105 સુધી પહોંચી શકશે. જો કે પ્રચંડ બહુમતીની શક્યતાઓ જ નથી. 120 કે 125 કે 130 જેવા આંકડાઓ ફક્ત આંકડા જ બની રહેશે. ખરેખરમાં એ આંકડાઓ સુધી ભાજપ પહોંચી શકે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી જ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.  ફેસબુક (Facebook)માં  faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો). 

ચૂંટણી સમયે જ દેશ કે મોદી ઉપર આતંકી હુમલાના સમાચારો આવે છે અને પ્રજાનો ડર મતમાં પરિવર્તિત થાય છે