Face Of Nation 27-11-2022 : ભાજપના રાજમાં હવે પત્રકાર પણ પત્રકાર મટીને ચાટુકારીતા ઉપર ઉતરી ગયો છે. પત્રકારની આડ લઈને રાજકીય પક્ષોના પ્રવક્તા બનેલા લોકોએ પત્રકારત્વની ઘો ખોદી નાખી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. હદ તો ત્યારે થાય જયારે પોતાની જાતને પત્રકાર ગણાવતા લોકો કોઈ એક રાજકીય પક્ષને શરણે થાય અને તેની જી હજુરી કરે. ગુજરાત સહીત ભારતમાં લોકોનો પત્રકાત્વ ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે જેના જવાબદારોમાં આવા પત્રકારો પણ સામેલ છે. અમેરિકામાં પરીખ વર્લ્ડ વાઇડ મીડિયાના નામે ટીવી ચેનલ અને ગુજરાત ટાઈમ્સ સહીત જુદા જુદા નામે અખબારો ચલાવી ગુજરાતીઓમાં ભાજપની ચાટુકારીતા ચાલી રહી હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જો કે આ વાત ત્યારે સાબિત થઇ ગઈ જયારે ભાજપના રાજમાં આ અખબારના માલિક સુધીર પરીખને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. સુધીર પરીખ જાણે કે આ પદ્મશ્રીનું ઋણ વિદેશમાં પત્રકારત્વના નામે ભાજપની વાહવાહી કરીને ચૂકવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે, સુધીર પરીખની વિદેશમાં ભાજપની વાહવાહી કરવા બદલ સારી એવી સેવા પણ કરવામાં આવે છે. જો કે તે પરીખની અંગત બાબત છે પરંતુ પત્રકારત્વની આડમાં પરીખએ સત્તાની આગળ જી હજુરી કરવા માટે જે કામ કર્યું તે પત્રકારત્વ માટે લાંછનરૂપ છે. પરીખએ ઉન્માદમાં આવીને મોદી સાહેબની ચાટુકારીતા કરીને તેમની આગળ સારો દેખાવ કરવા તેમના અખબારમા એવી જાહેરાત આપી દીધી કે તે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ.
અમેરિકામાં ચાલતા પરીખ મીડિયા હાઉસના અખબારમાં ગુજરાતની ચૂંટણીને લઈને એક વિનંતી છાપવામાં આવી હતી. આ વિનંતી કરનાર કોઈ રાજકીય પક્ષના નેતા નહિ પરંતુ ખુદ અખબારના માલિક હતા. જેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને વિનંતી કરી હતી કે, “તમે ગુજરાતમાં રહેતા તમારા સગા સબંધી તેમજ મિત્રોનો સંપર્ક કરીને જણાવો કે, ભાજપના યોગ્ય ઉમેદવારને મત આપીને વિજયી બનાવે, ગુજરાતમાં ફરીથી સ્થિર સરકારની રચના થાય. અન્ય કોઈ રાજકીય પક્ષમાં ગુજરાતને સ્થિર ને કાર્યશીલ સરકાર આપવાની ક્ષમતા જ નથી! ગુજરાતને સિદ્ધિના ઉચ્ચ શીખરે પહોંચાડવા રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા જાળવવા, જનહિતની યોજનાઓ અમલી બનાવવા માટે તમારો મત ભાજપના યોગ્ય ઉમેદવારને આપીને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં વિશ્વાસ વ્યક્ત કરો.” આ લખાણ કોઈ નિષ્પક્ષ કે તટસ્થ કે પોતાની જાતને પત્રકાર કહેવડાવનારનું હોઈ જ ન શકે. આ લખાણ પત્રકારની આડ લઈને સત્તાની ચાટુકારીતા કરનારોનું છે.
પત્રકારે તેની જવાબદારી ભૂલવી જોઈએ નહીં. જયારે પત્રકાર પત્રકાર મટીને કોઈ સત્તાના પ્રભાવમાં આવી જાય છે ત્યારે લોકશાહી માટે ખુબ જ મોટો ખતરો ઉભો થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !
કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !