Face Of Nation 27-11-2022 : ગુજરાતીઓના મત મેળવવા હોય તો સૌથી વધુ અસરકારક છે ડરની રાજનીતિ. આ રાજનીતિ ભાજપે શોધી છે અને તેના ઉપર તે રાજ કરે છે. હિન્દૂ મુસ્લિમથી લઈને આતંકવાદના મુદ્દાઓ દરેક ચૂંટણીમાં ઉઠાવવામાં આવે છે અને પ્રજા આ મુદ્દાને આવકારીને મત આપે છે. પ્રજાના મગજમાં ભાજપે એવી ડરની રાજનીતિ ઘુસાડી દીધી છે કે લોકોને એમ થઇ ગયું છે કે ભાજપ છે તો આપણે જીવિત છીએ નહિ તો ક્યારનું ગુજરાત અને ભારતનું નામ ઓર નિશાન મટી ગયું હોત. 2002ના ગોધરા રમખાણો બાદ મોદી તેમના ભાષાણોમાં આતંકવાદને ચેલેન્જ આપતાં હતા, આતંકવાદીઓ ભડકે તેવા નિવેદનો આપતાં હતા. જેના પરિણામે આતંકવાદીઓએ મોદીની ચેલેન્જ સ્વીકારી ગુજરાતમાં અક્ષરધામ ઉપર હુમલો અને સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કર્યા, જેમાં અનેક નિર્દોષોના મોત થયા. આ આતંકી હુમલાઓ બાદ મોદીએ આતંકવાદને ચેલેન્જ આપતા ભાષણો બંધ કરી દીધા. જો કે દરેક ચૂંટણીમાં આતંકવાદનો મુદ્દો ઉછળવાનું ન ભૂલ્યા કેમ કે આ એક જ બ્રહ્માશસ્ત્ર ભાજપ માટે એવુ છે કે જે કાઢતાની સાથે જ ગુજરાતીઓની આંગળી ટપોટપ ઇવીએમમાં ભાજપના નિશાન ઉપર પડવા લાગે છે. આ બ્રહ્માશસ્ત્ર ચૂંટણીના છેલ્લા દિવસોમાં જ ઉગામવામાં આવે છે.
આતંકવાદ એક એવું પરિબળ છે કે જેનો સામનો વિશ્વના મોટાભાગના તમામ દેશો કરી રહ્યા છે. પરંતુ આજદિન સુધી તેને કોઈ નેતાએ તેમના દેશમાં ચૂંટણીનો મુદ્દો બનાવ્યો નથી. જો કે ભારત એક માત્ર એવો દેશ છે કદાચ કે જ્યાં ચૂંટણીનો મુદ્દો જ આતંકવાદ બની જાય છે અને લોકો તેનાથી વોટ આપે છે.
ખેડામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ આતંકવાદને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો તે આતંકી પરાકાષ્ઠા હતી. આપણું ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકીઓના નિશાના પર રહ્યું છે. અહીં ગુજરાતમાં અમે આતંકીઓને પકડતા અને કાર્યવાહી કરતા હતા પણ કોઈ ભૂલી નથી શકતું કે કઈ રીતે દિલ્હીમાં બેઠી કૉંગ્રેસ સરકાર આતંકીઓને છોડાવવામાં તેની પૂરી તાકાત લગાવી દેતી હતી.અમે કહેતા હતા કે આતંકને ટાર્ગેટ કરો પણ કૉંગ્રેસ સરકાર આતંકને નહીં મોદીને ટાર્ગેટ કરતી રહી.પરિણામ એ આવ્યું કે, આતંકીઓના હોંસલા વધતા રહ્યા, દેશના મોટા શહેરમાં આતંકવાદ વધતો રહ્યો.દિલ્હીમાં જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તો કૉંગ્રેસના નેતા આતંકના સમર્થનમાં રડવા લાગ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !