Face Of Nation 04-12-2022 : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોને ના છૂટકે ભાજપે ટિકિટ આપવી પડી છે કેમ કે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે ભાજપ કમરતોડ પ્રયાસ કરી રહી છે. જેને કારણે કોંગ્રેસમાં ઉભા થતા અને નેતાગીરી સાંભળતા લોકોને શામ, દામ અને દંડ વાપરીને પણ ભાજપમાં ખેંચી લાવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારાઓને તગડી રકમોની સાથે ટિકિટો પણ આપવામાં આવી હોવાની વાતો વહેતી થઇ છે. જો કે હવે ભાજપના નેતાઓનું નાક દબાવીને કોંગ્રેસમાંથી આવીને વિધાનસભાની ટિકિટ લેનારા કોંગ્રેસી ઉમેદવારો જીતશે તો ભાજપનું જ નાક કપાશે તેવી સ્થિતિ છે કેમ કે આ આયાતી કોંગ્રેસીઓએ ભાજપને ભાંડવા કશું બાકી રાખ્યું નથી અને હવે ભાજપની ઉમેદવારીથી જીત મેળવશે તો તેમનું કદ વધારવા રીતસર દાદાગીરી કરશે તેમાં કોઈ બે મત નથી. હાર્દિક અને અલ્પેશ ઠાકોર એવા ઉમેદવાર છે કે, જેઓ જીત્યા તો ભાજપને ભારે પડનારું છે. વિરોધ પક્ષનું કામ આ બંને સહીત કેટલાક કોંગ્રેસના ઉમેદવારો જ ભાજપમાં રહીને પૂરું કરી નાખશે તેવી વાતોએ પણ વેગ પકડ્યો છે. આવા ઉમેદવારો પ્રજા અને પક્ષ બંને માટે અયોગ્ય અને અવિશ્વાસુ છે. કેમ કે જે પોતાના સ્વાર્થ માટે પ્રજાના નામે પક્ષ સાથે ગદ્દારી કરી શકે તે પ્રજા જોડે પોતાના સ્વાર્થ માટે શું ન કરી શકે ?
જે સીટો ઉપર ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવાર કે ભાજપ સામે ખુલ્લેઆમ બોલનારાઓને ટિકિટ આપી છે તે ઉમેદવારો જો જીતી જશે તો ભાજપનું નાક કપાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આવી સીટો ઉપર આબરૂના લીધે સ્થાનિક ભાજપ સંગઠનના લોકો પણ આવા ઉમેદવારને હરાવવા અંદરખાને કમરતોડ મહેનત કરી રહ્યા છે. જેનો સીધો લાભ કોંગ્રેસી ઉમેદવાર અથવા તો આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળી જાય તેમ છે. જેથી આ ચૂંટણીમાં ભાજપની બહુમતી સરકાર બનવી અશક્ય છે. ભાજપ સરકાર ચોક્કસ બનાવશે પરંતુ જંગી બહુમતી નહિ મેળવી શકે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા ભાજપના મત વધુ તોડશે અને એટલે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ ચૂંટણીમાં સભાઓ અને રેલીઓ કરીને રીતસર પ્રજાને રીઝવવાના અથાગ પ્રયાસો કર્યા છે.
ગુજરાત ભાજપમાં હવે જનસંધના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ વધી જતા એક અજીબ પ્રકાર નો માહોલ જોવા મળી રહ્યો છે અને પાર્ટી ના મૂળ સિદ્ધાંતો ભુલાયા હોવાની છાપ ઉભી થઇ છે. ભાજપને ૧૯૯૫માં હિન્દુત્વ ઉપર બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ પાર્ટીમાં પોતાનું સ્થાન ધરાવે છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને ભરતી કરી છે. ભાજપે વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ઘુસાડી દીધા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
કાયદાની ઐસી કી તૈસી કરીને દરેક ચૂંટણીમાં મોદી આ રાજનીતિ રમે છે છતાં કોઈ કશું ઉખાડી શકતું નથી