Home News “જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય” : વિરમગામના ભાજપી ઉમેદવાર...

“જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય” : વિરમગામના ભાજપી ઉમેદવાર હાર્દિક વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા

Face Of Nation 04-12-2022 : પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ વિરમગામમાં કરવામાં આવ્યો છે. વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની વિરુદ્ધમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરમગામ, માંડલ, દેત્રોજ વિસ્તારની અંદર બેનરો લગાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય, ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, હાર્દિક જાય છે, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવાં અલગ અલગ સૂત્રો લગાવેલાં બેનરો હાલમાં વિરમગામ વિધાનસભા વિસ્તારમાં લગાવવામાં આવ્યાં છે.
આજે પણ અનેક યુવાનો કોર્ટ-કચેરીના ધક્કા ખાય છે પરંતુ હાર્દિક પટેલે કરોડો રૂપિયાની સંપત્તિ લીધી છે. આશરે 200થી 250 કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી દીધી છે અને હવે પોતે દિલ્હીથી સોલિસિટર અને ઊંચી ફી આપી વકીલો પાસે પોતાની અલગ ચાર્જશીટ બનાવડાવી પોતે કેસમાંથી નીકળવાની વાત કરે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન નિલેશ એરવડિયાએ થોડા દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ લોભ લાલચ અને હોદ્દા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે અને તેણે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિની કોઈ મિટિંગ નથી બોલાવી અને કહ્યું નથી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. હાર્દિક પટેલ ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં આવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિનો વિરોધ ભાજપની સામે જ હોય કારણ કે તેણે પાટીદાર સમાજની મા, બેન, દીકરીઓ સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું છે. લાખો દીકરા ઉપર ખોટા કેસ કરી અને જેલમાં નાખ્યા છે. હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કરી અને પોતાના લોભ લાલચ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.
એરવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા લલિત કગથરા, લલિત વસોયા હોય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે તેની સાથે અમારે કોઈ નિસબત નથી. તેઓ જીતે એવા અભિનંદન કારણ કે તેઓ સમાજની માટે લડત લડી રહ્યા છે. પાટીદાર સમાજ પર જે પાર્ટીએ અત્યાચાર કર્યો છે તેમની સામે તેઓ લડી રહ્યા છે. તેઓએ શરણાગતિ નથી સ્વીકારી પરંતુ તેઓ લડત લડી રહ્યા છે અને આ લડતવીરોને અમારું સમર્થન છે. ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો અને અમારા દસ યુવાનોનો ભોગ લીધો છે, માટે ભાજપ સામે અમારો વિરોધ છે અને જ્યાં સુધી ન્યાયિક લડત લડાશે ત્યાં સુધી અમારો વિરોધ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.  ફેસબુક (Facebook)માં  faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

કાયદાની ઐસી કી તૈસી કરીને દરેક ચૂંટણીમાં મોદી આ રાજનીતિ રમે છે છતાં કોઈ કશું ઉખાડી શકતું નથી

સભા-રેલી-ભાષણોથી પ્રજા મુક્ત : બીજા તબક્કાની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી, બેઠકોનો દોર શરૂ