Face Of Nation 05-12-2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીએ રસાકસીભર્યો માહોલ બનાવી દીધો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રજાનો વિશ્વાસ મેળવવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે. પ્રથમ ચરણના મતદાને ભાજપની ચિંતા વધારી દીધી છે જેને પરિણામે ભાજપના સુપ્રીમો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાતવાશો કરવાની ફરજ પડી છે. મોદીએ ચૂંટણીની આગલી રાત્રે ભાજપના નેતાઓ સાથે મહત્વની ચર્ચાઓ કરીને મતદાનના દિવસની રણનીતિ તૈયાર કરી હતી. આ રણનીતિમાં મહત્વનો એક મુદ્દો સૌથી વધુ મતદાનનો છે. ઉલ્લેખનીય છે કે, વધુ મતદાન ભાજપ માટે ફાયદારૂપ સાબિત થયું છે જેથી બીજા ચરણના મતદાનમાં સૌથી વધુ લોકો મત આપે તે માટે લોકોને બુથ સુધી પહોંચાડવાની પણ કામગીરી ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે.
આ વખતની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ઓછું થયું છે. પ્રથમ ચરણમાં 63 ટકા મતદાન થયું છે. એવામાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ગઈ રાત્રે બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સુરેન્દ્ર પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનની આગલી રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. જ્યાં માતાના આશીર્વાદ લઇ તેમની સાથે 30 મિનિટ સમયનો સમય વિતાવ્યો અને શિયાળાની સાંજે ચાની ચૂસ્કી ભરીને વડાપ્રધાન મોદી કમલમ પહોંચ્યા હતા. અહીં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના અગ્રણીઓ સાથે તેમને મહત્વની બેઠક યોજી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
સભા-રેલી-ભાષણોથી પ્રજા મુક્ત : બીજા તબક્કાની ચૂંટણીને આડે ગણતરીના કલાકો બાકી, બેઠકોનો દોર શરૂ