Home Uncategorized ભાજપનો ઐતિહાસિક રેકોર્ડ, મોદીનો રેકોર્ડ ભુપેન્દ્ર પટેલ અને CRએ તોડ્યો, જીતની ભવ્ય...

ભાજપનો ઐતિહાસિક રેકોર્ડ, મોદીનો રેકોર્ડ ભુપેન્દ્ર પટેલ અને CRએ તોડ્યો, જીતની ભવ્ય ઉજવણી

Face Of Nation 8-12-2022 : ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક રેકોર્ડ કર્યો છે. મોદીનો રેકોર્ડ ભુપેન્દ્ર પટેલ અને સીઆરએ જ તોડી નાખ્યો છે. જે અત્યાર સુધી મોદીના શાસનમાં ભાજપને મત કે સીટો નથી મળી તે ભુપેન્દ્ર પટેલ અને સીઆરની રાજનીતિએ કરી દેખાડ્યું છે. ભાજપા યુગના પ્રારંભ સાથે ગુજરાતને લાંબા સમય બાદ ફરીથી સ્થિર સરકારની સાથે સ્થિર મુખ્યમંત્રી મળશે.
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ જીતી ગયાં છે. દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને 54,000 માર્જિન સાથે જીત મેળવી લીધી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે પણ 51,0000 મતના માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે અને કાર્યકરોને સંબોધન કરવાના છે. માનવામાં આવે છે કે 11 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ યોજવામાં આવશે.
ઘાટલોડિયામાં આનંદીબેન બાદ જયારે ભુપેન્દ્ર પટેલને વિધાનસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા ત્યારે ભાજપને ખબર નહોતી કે, પટેલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીત મેળવશે. ભાજપ વિરુદ્ધ વિરોધ હોય કે પાટીદારોનું આંદોલન હોય પરંતુ ભુપેન્દ્ર પટેલ એક એવું વ્યક્તિત્વ છે કે, જેમનો વિરોધ કોઈ વ્યક્તિને નથી અને તેથી જ તેઓએ ઘાટલોડિયા બેઠક ઉપરથી જ સમગ્ર ગુજરાતને દેખાડી દીધું કે, સ્વચ્છ અને નિર્વિવાદિત છબી હંમેશા લોકો પસંદ કરે છે. ભુપેન્દ્ર પટેલ પાયાના કાર્યકર છે સાથે જ જમીની વ્યક્તિત્વ ધરાવે છે. તેઓને ક્યારેય પદ કે પ્રતિષ્ઠતાનું અભિમાન ચઢ્યું નથી. હંમેશા તેમણે પ્રજાના દિલમાં સ્થાન મેળવીને પ્રજાના પોતાના વ્યક્તિ તરીકે કામગીરી કરી છે અને હંમેશા તેમની આગળ રજુઆત લઈને પહોંચેલા લોકોને સાંભળીને યોગ્ય મદદ કરી છે.
ઘાટલોડિયા વિસ્તારના લોકો ભુપેન્દ્ર પટેલને પસંદ કરે છે. ભુપેન્દ્ર પટેલના વિરોધી નહિવત પ્રમાણમાં છે. તેઓની કાર્યશૈલી અને સ્વભાવ જ એવો છે કે, કોઈ તેમના વિરોધી હોઈ જ ન શકે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને 2 મુખ્યમંત્રીઓ આપ્યા છે. આ બેઠકની વાત કરીએ તો તેમાં વેપારી વર્ગ વધારે વસવાટ કરે છે તો પાટીદાર અને રબારી એટલે કે ઓબીસી પ્રભાવિત સીટ છે તેમ છતાં બીજેપી સૌથી વધારે લીડથી આ બેઠક જીતે છે. સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ વિજયી બન્યા છે. જે બંને મુખ્યમંત્રી બન્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી જ તોતિંગ લીડથી જીત્યા હતા.ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા.
5મી નવેમ્બરે જ ફેસ ઓફ નેશને એક અહેવાલ મારફતે જણાવ્યું હતું કે, “ઘાટલોડિયાની જેમ ગુજરાતમાં પણ રેકોર્ડ થશે, ભુપેન્દ્ર પટેલનું નેતૃત્વ ભાજપને લાભદાયી નીવડશે”  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો.  ફેસબુક (Facebook)માં  faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

5મી નવેમ્બરે રજૂ થયેલો ફેસ ઓફ નેશનનો અહેવાલ :

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે