Face Of Nation 26-12-2022 કોરોનામાં કેન્દ્ર સરકારના કડક નિયમો વચ્ચે ભારતી એક્સપર્ટ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (CCMB)ના ડિરેક્ટર વિનય કે. નંદીકૂરીએ કહ્યું કે, BF.7 વેરિયન્ટ ભારત માટે એટલો જોખમી નથી. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના ભારતીયોમાં હવે હાઈબ્રિડ ઈમ્યુનિટી છે. તેમણે વેક્સિન દ્વારા આ ઈમ્યુનિટી મેળવી લીધી છે. જોકે તેમણે માસ્ક પહેરવાથી લઈને બધા કોવિડ નિયમોનું પાલન કરવાની વાત કરી છે. CCMBના ડિરેક્ટરે કહ્યું છે કે, ઈમ્યુનિટી હોવાના કારણે નવા વેરિયન્ટથી બચી શકાય છે. પરંતુ એક ચિંતા હંમેશા રહે છે કે, જે લોકોએ વેક્સિન લીધી છે તે લોકો પણ ઓમિક્રોનના નવા વેરિયન્ટથી સંક્રમિત થયા હતા. જોકે ભારતમાં સંક્રમણથી એટલું ગભરાવાની જરૂર નથી. આ વેરિયન્ટ ડેલ્ટા જેટલો જોખમી નથી. એવું એટલા માટે કારણકે આપણી પાસે એક ક્ષમતા સુધીની ઈમ્યુનિટી આવી ગઈ છે. આ જ કારણ છે કે, આપણે અન્ય વાયરસના સંપર્કમાં આવ્યા પછી પણ આટલા સુરક્ષીત છીએ.ઉત્તરપ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલા એક વેપારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગની ટીમ વેપારીના ઘરે પહોંચી ગઈ છે. તેના સંપર્કમાં આવનારા લોકોને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આગ્રાના શાહગંજ વિસ્તારમાં રહેતો યુવક વ્યવસાયે વેપારી છે. CMOએ કહ્યું હતું કે વેપારી 23 ડિસેમ્બરે ચીનથી પરત ફર્યો હતો.
બીજી તરફ, કાનપુરમાં એક યુવક પણ કોરોના પોઝિટિવ મળ્યો છે. એક દિવસ પહેલાં મેરઠમાં પાંચ વર્ષના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં ગુજરાતના ભાવનગરમાં પણ એક વેપારી કોરોના સંક્રમિત મળ્યો હતો.
વિદેશથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ થશે
દેશમાં કોરોનાના જોખમને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન સહિત 5 દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ જરૂરી રહેશે. જો આ દેશોના કોઈપણ મુસાફરમાં કોવિડ-19નાં લક્ષણો જોવા મળે છે અથવા ટેસ્ટ પોઝિટિવ આવે છે, તો આ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ફરી એકવાર રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે દેશભરમાં કોવિડ સંબંધિત આરોગ્ય કેન્દ્રોમાં 27 ડિસેમ્બરે મોકડ્રિલ કરવાનું કહ્યું છે. ખાસ કરીને ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરને લઈ રાજ્યોને ચેતવણી આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News દેશમાં કોરોના વાઈરસનું જોખમ; વિદેશથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ થશે, એક્સપર્ટનો દાવો-BF.7...