Face Of Nation 28-12-2022 : રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા વન-ડે ટીમનો કેપ્ટન છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને T20માં આરામ આપવામાં આવ્યો છે. આ બન્ને પ્લેયર્સ વન-ડે ટીમનો ભાગ છે, પરંતુ શિખર ધવન જેવા અનુભવી ઓપનરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેની જગ્યાએ યુવા ઓપનર ગિલને સ્થાન આપ્યું છે.
શિવમ માવી અને શમીને તક અપાઈ
શિવમ માવીને ટી-ટ્વેન્ટી ટીમમાં તક આપવામાં આવી છે. આ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરી છે. તેણે છેલ્લી 5 ડોમેસ્ટિક મેચમાં 19 વિકેટ લીધી છે. જેમાં બે રણજી અને ત્રણ લિસ્ટ-એ મેચનો સમાવેશ થાય છે. બીજીતરફ ઝડપી બોલર મોહમ્મદ શમીને વન-ડે ટીમમાં લેવામાં આવ્યા છે. તેઓ બાંગ્લાદેશ સામે ટીમના ભાગ હતા, પરંતુ નેટ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા.
ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે 3 T20 અને 3 વન-ડે મેચ રમશે
શ્રીલંકાની ટીમ જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવી રહી છે. તેઓ અહીં ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં રમાશે. ત્યારપછી 5મી જાન્યુઆરીએ પુણે અને 7મી જાન્યુઆરીએ રાજકોટમાં મેચ રમાશે. પહેલી વન-ડે 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. ત્યાર બાદ 12 જાન્યુઆરીએ કોલકત્તા અને 15 જાન્યુઆરીએ ત્રિવેન્દ્રમમાં ત્રીજી વન-ડે મેચ રમાશે.
શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઇસ કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.
શ્રીલંકા સામેની વન-ડે ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).