Face Of Nation 28-12-2022 : સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફે ચોંકાવનારો દાવો કર્યો હતો. સ્ટાફે કહ્યું હતું કે જ્યારે સુશાંતની બૉડીને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી તો તેની આંખ પરના નિશાનથી લાગ્યું કે કોઈએ તેને મુક્કા માર્યા છે. સ્ટાફે મહારાષ્ટ્રની સરકાર એટલે કે ઉદ્ધવ સરકાર પર સવાલ ઉઠાવ્યો છે.
“એ સમયે મને ઉદ્ધવ સરકાર પર ભરોસો નહોતો”
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટાફે કહ્યું હતું, ‘સુશાંતની બૉડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તે ટીમનો હું હિસ્સો હતો. મેં જોયું હતું કે તેને ઘણી જ ઈજાઓ થઈ હતી. તેનાં ઘણાં હાડકાં તૂટેલાં હતાં. એ સમયે મને ઉદ્ધવ સરકાર પર ભરોસો નહોતો અને તેથી જ હું મીડિયા સામે આવ્યો નહોતો. હવે સરકાર બદલાઈ તો મેં વિચાર્યું કે મારે સાચું બોલવું જોઈએ. મને મારા જીવની પરવા નથી, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ.’
ઓટોપ્સી સ્ટાફ રૂપકુમારે શું દાવો કર્યો હતો?
રૂપકુમાર શાહે 26 ડિસેમ્બર, સોમવારે પહેલી જ વાર મીડિયા સમક્ષ આવીને કહ્યું હતું, ‘સુશાંતે આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેનું મર્ડર થયું હતું. તેના અવસાન સમયે કૂપર હોસ્પિટલમાં પાંચ ડેડબૉડી આવી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે પાંચમાંથી એક બૉડી VIP છે. પોસ્ટમોર્ટમ કરવા ગયા ત્યારે ખબર પડી કે આ બૉડી સુશાંત સિંહ રાજપૂતની છે.’ તો બીજીતરફ ‘અમે જોયું કે સુશાંતના શરીર પર ઈજાનાં ઘણાં નિશાન હતાં. ગરદન પર પણ બે-ત્રણ ઈજાનાં નિશાન હતાં. પોસ્ટમોર્ટમનું રેકોર્ડિંગ થવું જોઈતું હતું, પરંતુ સિનિયર્સને માત્ર ફોટો લેવાની જ પરવાનગી મળી હતી, આથી અમે તેમના આદેશનું પાલન કર્યું હતું.’
સિનિયર્સના કહેવા પર પોસ્ટમોર્ટમ કર્યું: રૂપકુમાર
રૂપકુમારે આગળ જણાવ્યું હતું, ‘જ્યારે મેં પહેલી જ વાર સુશાંતની બૉડી જોઈ તો મેં તરત જ સિનિયર્સને કહ્યું હતું કે આ સુસાઇડ નથી, પણ મર્ડર છે. મેં તેમને એમ પણ કહ્યું હતું કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ સિનિયર્સ આ અંગે પછી વાત કરવાનું કહ્યું હતું. મને બૉડીનાં પિક્ચર્સ ક્લિક કરીને બૉડી પોલીસને આપવાની વાત કરી હતી, આથી પોસ્ટમોર્ટમ રાત્રે જ કરી દીધું હતું.’ બીજીતરફ ‘પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખવું, એ ડૉક્ટરનું કામ છે, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ. સુશાંતની તસવીર જોઈને કોઈપણ કહી શકે કે તેની હત્યા થઈ હતી. જો મને તપાસ એજન્સી ફોન કરશે તોપણ હું આ જ વાત કહીશ’, એમ તેમણે કહ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).