Face Of Nation 30-12-2022 : ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. પંતને રિકવરી માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે. ઉત્તરાખંડના DG અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, પંત ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘી ગયો હતો, જેના કારણે તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે પંત કારમાં એકલો હતો. અકસ્માત બાદ પંત સળગતી કારમાંથી બારી તોડીને બહાર આવ્યો હતો. પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે રિષભની હાલત સ્થિર છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે.
ડોક્ટરે કહ્યું- ઘૂંટણનું ઓપરેશન કરવું પડશે
અકસ્માત બાદ પંતને પ્રાથમિક સારવાર માટે રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું હતું કે તેને ઘણી ઈજાઓ થઈ છે. MRI પછી તેના ઘૂંટણનું ઓપરેશન કરવું પડશે. પંતે સારવાર દરમિયાન કહ્યું હતું કે તે તેની માતાને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છે. તેણે કહ્યું કે તેણે સીટ બેલ્ટ નહોતો પહેર્યો. જેના કારણે તે સુરક્ષિત બહાર આવી ગયો હતો. જો તેણે સીટ બેલ્ટ પહેર્યો હોત તો કારમાં આગ લાગ્યા બાદ તે દાઝી ગયો હોત. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).