Home Uncategorized ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ : ગત વર્ષ કરતાં 13.64 ટકા ઘટ્યું,...

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ : ગત વર્ષ કરતાં 13.64 ટકા ઘટ્યું, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ

Face Of Nation 31-05-2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. ગયા વર્ષે 86.91 ટકા રિઝલ્ટ હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. ગત વર્ષે 2022માં ધો. 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો.
સૌથી વધુ પરિણામમાં કચ્છ- 84.59 ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં વાગધ્રા- 95.85, સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં દેવગઢબારીયા- 36.28નો સમાવેશ થાય છે. જયારે 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ છે. વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા નોંધાયું છે જયારે વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા નોંધાયું છે. જેને જોતા વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ નોંધાયું છે. 44 જેટલી શાળાઓમાં 10 ટકા કરતા ઓછું પરિણામ જાહેર થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

બાબા બાગેશ્વરના દરબારમાં કેમ ક્યારેય ભાજપના નેતાઓની અરજી નથી ખુલતી : બાબામાં હિંમત અને ખરેખર શક્તિ હોય તો નેતાઓનો દરબાર ભરે