Home News ભારે વરસાદના પગલે મધુબન ડેમ છલકાયો,6 દરવાજા ખોલીને 70,000 ક્યુસેક પાણી છોડાયું

ભારે વરસાદના પગલે મધુબન ડેમ છલકાયો,6 દરવાજા ખોલીને 70,000 ક્યુસેક પાણી છોડાયું

Face Of Nation:ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. જેથી 6 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. અને 70,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ઉપરવાસ અને વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 77,265 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના 6 દરવાજા 2 મીટર ખોલીને 70,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે વહીવટી તંત્રએ દમણગંગા નદીમાં નીચાણવાળા વિસ્તારમાં ન જવા લોકોને સાવચેત કર્યા છે. અને નદીની નજીક જવા પણ લોકોને મનાઈ કરવામાં આવી છે. નદીમા પાણીનું પ્રવાહ વધી રહ્યું હવાથી તમામ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.