Face Of Nation:નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે અધિકારીઓને કહ્યું કે ટેક્સ ચોરીના પ્રયાસ કરનારાઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવો અને ઈમાનદાર કરદાતાઓને સારી સર્વિસ આપીને તેમનો આભાર વ્યક્ત કરો. નાણાં મંત્રીએ કહ્યું કે સિસ્ટમ સામે રમત કરનારાઓ પ્રત્યે તમે ગંભીર છો તો હું તમારી સાથે છું. સીતારમણે આવકવેરા દિવસ સમારંભમાં અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા.
સીતારમણે 5 સ્વરોના ઉદાહરણ આપતાં કહ્યું કે અવોયડેન્સ (a) અને ઈવેસન (e) તમારા મગજમાં છે તો આગામી ત્રણ અક્ષર i,o અને u આવે છે. જો અવોડડેન્સની સ્થિતિ નથી તો કરદાતાઓને મદદગાર બનો.નાણાં મંત્રીએ કહ્યું કે ટેક્સથી બચતા લોકોને પકડવા માટે રાજસ્વ વિભાગની ત્રણ શાખાઓ- આવકવેરા વિભાગ, પ્રવર્તન નિર્દેશાલય અને રેવન્યૂ ઈન્ટેલીજન્સ અંદરોઅંદર જાણકારીઓ સાર્વજનિક કરો. તેઓએ કરદાતાઓ માટે કહ્યું કે ટેક્સ ભરવાની વાત સજા નહીં પરંતુ દેશના વિકાસમાં યોગદાન સમજવું જોઈએ.સીતારમણે અધિકારીઓને કહ્યું કે ટેક્સ બેઝને વધારવાના પ્રયાસો કરો. બજેટમાં નક્કી 13.35 લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ કર સંગ્રહનું લક્ષ્ય મેળવી શકાય છે. કેમકે ગત 5 વર્ષમાં ટેક્સ કલેક્શન બમણું થયું છે.નાણાં મંત્રીએ ટેક્સ અધિકારીઓને મધમાખીની ઉપમા આપી અને કહ્યું કે જે ફુલોને નુકસાન પહોંચાડ્યા વિના તેમનો રસ પીવે છે. તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયા પર મળનારી કરદાતાઓની ફરિયાદને દરરોજ રેવન્યૂ સેક્રેટરીને મોકલે છે કે જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે. સીતારમણે કહ્યું કે વિભાગ સંપૂર્ણ રીતે સોશિયલ મીડિયાના ફિડબેકના આધારે ન ચલાવી શકાય. પરંતુ આ પ્લેટફોર્મથી ગ્રાઉન્ડ લેવલના વિચારોને સમજવામાં મદદ મળે છે.