Home Politics સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત આવશે મોદી સરકાર, MEA ની બેઠકમાં આપશે હાજરી

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાત આવશે મોદી સરકાર, MEA ની બેઠકમાં આપશે હાજરી

Face Of Nation:આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનારી મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ (MEA)ની બેઠકમાં હાજરી આપશે. ઉપરાંત 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જન્મજયંતી અને સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી કરશે. 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાચે યોજાનારી IAS, IPS અને IFS સાથે યોજાનારી મીટિંગમાં પણ હાજરી આપવાના છે.

અત્યાર સુધી MEAની 9 બેઠક યોજાઈ છે અને બધી જ દિલ્હી જ યોજાઈ છે. જો કે ભારતના ઈતિહાસમાં પહેલી વાર મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ (MEA) તેમની વાર્ષિક બેઠક દિલ્હી બહાર યોજશે. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ કોન્ફરન્સ યોજાવાની છે. આ કોન્ફરન્સમાં ભારતના એમ્બેસેડર્સ, ડિપ્લોમેટ્સ અને આખી દુનિયાના હાઈ કમિશનર્સ ભેગા થશે. આ કોન્ફરન્સ આ વખતે ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યભાગમાં યોજાવાની છે. બે દિવસ માટે યોજાનારી આ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને અન્ય ટોચના લોકો હાજર રહેશે. તેમાં ભારતના અર્થતંત્રમાં સુધારા અને વિવિધ વિષયો પર ચર્ચા થશે.