Home Uncategorized ક્ષત્રિય આંદોલન ડામવા મોદીના આદેશથી શરૂ થયેલી રણનીતિ ભાષણ સુધી સફળતા પૂર્વક...

ક્ષત્રિય આંદોલન ડામવા મોદીના આદેશથી શરૂ થયેલી રણનીતિ ભાષણ સુધી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી !

Face Of Nation 02-05-2024 : આજથી એકાદ મહિના અગાઉ ફેસ ઓફ નેશને અહેવાલ પ્રસારિત કર્યો હતો કે, “ક્ષત્રિયોનો રોષ મતમાં પરિવર્તિત થઇ જશે જયારે મોદી આવશે અને કહેશે, “મારા ક્ષત્રિય ભાઈઓ-બહેનો..” આ અહેવાલ આજે વધુ એક વાર સાચો ઠર્યો છે. ગમે તે ચૂંટણીનો માહોલ હોય પરંતુ મોદી વાતાવરણ જોઈને વાર કરે છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા સામે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે. ઉમેદવાર હટાવવાની માંગ સામે ભાજપ ઝૂક્યું નથી કેમ કે મોદીને પ્રબળ વિશ્વાસ છે કે, તે છેલ્લા સમયની રાજકીય ગેમ રમીને રાજકીય માહોલમાં બદલાવ લાવી દેશે અને તે પ્રમાણે તેમણે કર્યું પણ ખરું. મોદીએ જામનગરની સભામાં આવતા પહેલા જામ સાહેબની મુલાકાત લીધી. આ મુલાકાત પૂર્વયોજિત હતી. અગાઉથી જ જામ સાહેબને તમામ પ્રકારની રણનીતિ સમજાવી દેવામાં આવી હોવાનું રાજકીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને મોદીના આદેશથી શરૂ થયેલી રણનીતિ ભાષણ સુધી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી. ક્યારેય ચૂંટણી પ્રચારમાં જામ સાહેબને મળવા ન ગયેલા મોદીને ક્ષત્રિય આંદોલન ડામવા માટે જામ સાહેબ યાદ આવ્યા છે. કહેવાય છે કે, મોદી રાજકીય ગેમમાં પ્યાદાઓનો ઉપયોગ કેમ કરવો તે સારી રીતે જાણે છે, અને એટલે જ તે એવા પ્યાદાઓને સાચવીને રાખે છે જે સમયાંતરે કામ લાગે.
જામનગરમાં સભાને સંબોધતાં પહેલાં પીએમ મોદીએ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા. જો કે આ તમામ કાર્યક્રમ ક્ષત્રિય આંદોલન ડામવાના ભાગરૂપે પૂર્વાયોજિત હતો. ભાજપના હાઇકમાન્ડના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ક્ષત્રિય આંદોલનના વાવડની પાછળ ભાજપને નુકસાન ન થાય તે માટે એક રણનીતિ રમાઈ રહી હતી અને આ રણનીતિ ખુદ ભાજપના વડા એવા મોદીના ઈશારે રમવામાં આવી રહી હતી. આ રણનીતિના ભાગરૂપે જામ સાહેબ પાસે પ્રથમ એક પત્ર લખાવવો અને ત્યારબાદ મોદી જયારે સભા કરવા આવે ત્યારે જામ સાહેબની મુલાકાત લઈને જામ સાહેબના આશીર્વાદ મેળવવા જશે અને આ સાથે જ એવો મેસેજ આપવો કે ક્ષત્રિયો અમારી સાથે છે. જામનગરમાં, “મુખ્યમંત્રી પણ પાઘડી પહેરાવતા હતા તો મેં કહ્યું તમે આના ઉપર જ મુકો કેમ કે પાઘડી ઉતારાય એવું નથી. હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. મારા માટે તો જામ સાહેબની પાઘડી એ તો મોટો પ્રસાદ છે” આ શબ્દોથી મોદીએ જાહેર સભાને સંબોધી હતી અને જામસાહેબના વખાણની આડમાં ક્ષતીય આંદોલન ડામવાના શ્રી ગણેશ કરી દીધા હતા. ક્ષત્રિય સમાજમાં જામ સાહેબ જ એક એવું મોટું નામ છે કે જેનાથી વિશેષ કઈ માનવામાં આવતું નથી એટલે મોદીએ જામ સાહેબને જ ટાર્ગેટ કરીને ક્ષત્રિયોનો રોષ ડામી દેવાની રણનીતિ રમી. જો કે આ રણનીતિ કેટલી સફળ થશે અને કેટલી અસફળ તે મતદાનના રિઝલ્ટ બાદ જ ખબર પડે તેમ છે. જો કે, હાલનું રાજકીય વાતાવરણ જોતા એમ લાગે છે કે, ક્ષત્રિય આંદોલન રૂપાલાને કોઈ અસર નહિ કરે.
ક્ષત્રિયોની માંગ હતી કે, રૂપાલાને બદલવામાં આવે પણ આ માંગ પુરી કરવા માટે ભાજપના અનેક નેતાઓની ઈચ્છા હતી પણ ખુદ મોદી રાજી નહોતા એટલે કોઈનું કશું ચાલ્યું નહીં. રૂપાલા મોદીની નજીક અને વિશ્વાસુ માનવામાં આવે છે. તટસ્થતાથી વાત કરીએ તો, ક્ષત્રિયોની જીદ ખોટી હતી કેમ કે જયારે રૂપાલાએ ભૂલ કરી તે પછી તેમણે અનેકવાર માફી પણ માંગી છે અને જો માફી ન આપી શકવાની ઉદારતા કે હિંમત ન ધરાવતો હોય તો તે ક્ષત્રિય જ ન કહેવાય. કેમ કે, સૌથી મોટી હિંમત અને દિલદાર વ્યક્તિ માફી આપનાર હોય છે. જો કે આ બધા વચ્ચે સૌથી મોટી વાત એ છે કે, રૂપાલા માફી માટે બે હાથ જોડીને ક્ષત્રિયો સામે ઝૂક્યા અને તેમ છતાં ક્ષત્રિયો તેમની જીદ ઉપર અડગ રહે તો તે એક ખોટી જીદ સમાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

ક્ષત્રિયોનો રોષ મતમાં પરિવર્તિત થઇ જશે જયારે મોદી આવશે અને કહેશે, “મારા ક્ષત્રિય ભાઈઓ-બહેનો..”