Face Of Nation:દેશમાં બાળકો સાથે યૌન અપરાધના વધી રહેલા મામલાને જોતા સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે જિલ્લામાં આ પ્રકારના પેન્ડિંગ કેસની સંખ્યા 100 થી વધારે છે. ત્યાં 60 દિવસની અંદર વિશેષ પોક્સો કોર્ટ બનાવવામાં આવે. આ કોર્ટ બનાવવાનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. આ કોર્ટમાં માત્ર બાળકો સાથેના યોન અપરાધના મામલાની સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે બાળકો સાથે થયેલા યૌન અપરાધ પર કાર્યવાહી માટે 2012માં સંસદે વિશેસ કાયદો ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રેન ફ્રોમ સેક્સૂઅલ ઓફેન્સેસ’ એટલે કે પોક્સો એક્ટ પાસ કર્યો હતો. તેના અંતર્ગત આ પ્રકારના મામલાની તપાસ માટે વિશેષ પોલીસ ટીમ બનાવવી. જિલ્લામાં વિશેષ કોર્ટનું ગઠન જેવી જોગવાઈ છે. પરંતુ દેશના મોટાભાગના જીલ્લામાં તેના પર અમલ થઈ શક્યો નથી. હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે વધુ અપરાધ વાળા જીલ્લામાં પૉક્સો કોર્ટનું ગઠન કરવામાં છે.