Home News તો રાજકારણ માટે જનેતાના નામનો સહારો લેતા નરેન્દ્ર મોદીના નામનો ગરબો ગુજરાતમાં...

તો રાજકારણ માટે જનેતાના નામનો સહારો લેતા નરેન્દ્ર મોદીના નામનો ગરબો ગુજરાતમાં પાછો ફરતો

Face Of Nation 05-06-2024 :  જે વ્યક્તિ રાજકીય લાભ લેવા તેની જનેતાનો ઉલ્લેખ કરીને સહાનુભૂતિ લેવાના પ્રયાસો કરે તે વ્યક્તિ રાજકારણ માટે અને પોતાની સત્તા માટે કઈ હદે જઈ શકે છે તે તમે વિચારી શકો છો. આજ સુધી ભારતના વડાપ્રધાન પદે એવા વ્યક્તિઓ નથી આવ્યા કે જેઓએ રાજકારણ કે સત્તા માટે તેમની જનેતાના નામનો ઉપયોગ કર્યો હોય પણ મોદી એક એવા રાજકારણી છે કે જે સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે તેમ છે. આ વાત કડવી છે પણ સત્ય છે. વારાણસીમાં નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાનું નક્કી થતાની સાથે જ એવા તમામ મજબૂત ઉમેદવારો સામે કારનામા શરુ કરવામાં આવ્યા કે જેને લઈને મોદીને જીતવા માટેનો રસ્તો સરળ રહે. વાત કડવી છે પણ સાચી છે કે, જો રદ્દ કરવામાં આવેલા 32 ઉમેદવારોના ફોર્મ પૈકી 25 ઉમેદવારોના ફોર્મ રદ્દ ન થયા હોત તો આજે નરેન્દ્ર મોદીના નામનો ગરબો તેમના વતન વડનગર પરત ફરતો. જો કે, સત્તાઘેલા બનેલા મોદીને સત્તા વિના ન ચાલતા તેઓ ફરી ગુજરાતના મુખ્યમંત્રી પડે ભુપેન્દ્ર પટેલને રાજીનામુ અપાવી પોતે ગુજરાતના મુખ્યમંત્રી બની જાત. કેમ કે, હવે મોદીના મગજમાં અને વર્તનમાં સત્તા એટલું સ્થાન કરી ગઈ છે કે, તેઓને ચાની કીટલી ચલાવવી પોષાય નહીં. કેમ કે, ચા ની કીટલીએ પણ મોદી ચા આપતા આપતા કદાચ ભાષણ ચાલુ કરી દે કે, મારા ભાઈઓ બહેનો આવો મારી ચા પીઓ અને સ્વર્ગનો અનુભવ કરો. ખેર ! આ એક રમુજની વાત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી લોકસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવનાર કોમેડિયન શ્યામ રંગીલાને મોટો ઝટકો લાગ્યો હતો. કેમ કે, શ્યામ રંગીલા સહીત કુલ 32 ઉમેદવારોના ઉમેદવારીપત્રક ચૂંટણીપંચે નામંજૂર કર્યા હતા. જેને લઈને પીએમ મોદી સામે વારાણસીમાંથી માત્ર સાત ઉમેદવારો બચ્યા હતા. જેમાં કોંગ્રેસ અને બસપાના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
નોમિનેશન રિજેક્ટ થયા બાદ કોમેડિયન શ્યામ રંગીલાએ કહ્યું, “લોકશાહીમાં વિશ્વાસ હતો, પરંતુ જે રીતે 24 કલાકમાં કોઈ રમતમાં ઉત્તેજના હોય છે તેવી જ રીતે ચૂંટણી પંચે વારાણસીમાં આ ચૂંટણીને રમત બનાવી દીધી છે. ” મારું નોમિનેશન ફગાવી દેવામાં આવ્યું છે. જ્યારે તમારે લેવાનું જ નહોતું તો તમે લોકોની સામે ડોળ કેમ કર્યો? દસ્તાવેજો, દરખાસ્ત વગેરે બધું હતું. ડીએમએ કહ્યું કે તમારા દસ્તાવેજમાં ખામી છે. તમે શપથ લીધા નથી. જે 25-27 લોકો ગયા હતા તેમાં મોદીજી સિવાય કોઈએ શપથ લીધા ન હતા. વકીલોને અમારી સાથે મોકલવામાં આવ્યા નથી. હમણાં જ એકલા બોલાવ્યા. કારણ આપેલ છે કે તમે શપથ લીધા નથી. જ્યારે મેં કહ્યું કે તમે શપથ લેવડાવ્યા નથી ત્યારે તેઓએ કહ્યું કે આ અમારું કામ નથી.
મોદી સામે જો શ્યામ રંગીલા સહીત 25 ઉમેદવારોના ફોર્મ રદ્દ ન થયા હોત તો આજે મોદી કારમી હારનો સામનો કરી રહ્યા હોત. માત્ર દોઢ લાખની માટેની સરસાઈથી જીતેલા મોદીની આ એક કારમી હાર જ છે કેમ કે, જયારે મીડિયા અને ભાજપ મોદીને વૈશ્વિક નેતાનો દરજ્જો આપતા હોય અને તે વૈશ્વિક નેતા માત્ર દોઢ લાખની મતોથી જીત મેળવે તે ખરેખર કારમી હાર સમાન છે એને વ્યક્તિમાં જો ખરેખર માણસાઈ કે એક ખુમારી હોય તો તેણે રાજીનામુ ધરી દેવું જોઈએ પરંતુ અભિમાન અને રાજકીય સત્તા ઘેલા બનેલા નરેન્દ્ર દામોદર દાસ મોદી રાજીનામુ ધરવાની હિંમત ધરાવતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

નગ્ન સત્ય : મોદીને કાગનો વાઘ બનાવવામાં અને લોકતંત્રની હત્યા કરવામાં ડરપોક ભારતીય મીડિયાનો મહત્વનો ફાળો

 

દેશને મળશે નવા વડાપ્રધાન : રામના નામે મોદીનો રાજકીય પથ્થર તરી ન શક્યો, દોઢ લાખની સરસાઈ મોદી માટે હાર સમાન