Face Of Nation 07-09-2024 : નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7:23 કલાકે તેમણે ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ત્રીજી વખત વડાપ્રધાન બનીને તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી છે. મોદીએ રવિવારે સવારે રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેઓ અટલજીની સમાધિ અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા. સવારે મોદીએ તેમના નિવાસસ્થાને સંભવિત મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. શાહ, રાજનાથ, નિર્મલા અને જયશંકરની સાથે શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને કુમારસ્વામી પણ મોદીના ઘરે પહોંચ્યા હતા. તે જ સમયે નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અર્જુન રામ મેઘવાલ પણ જોવા મળ્યા હતા. ગુજરાતમાંથી ભાજપ અમિત શાહ, એસ.જયશંકર , મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. હાલ આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. જો કે ક્ષત્રિય વિવાદમાં સપડાયેલા પુરુષોત્તમ રૂપાલાનું પત્તુ કાપવામાં આવ્યું છે. આમ ગુજરાતના પાંચ મંત્રીમાંથી એક મહિલા ચહેરો નીમુબેનનું નામ પણ નક્કી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).