Home News ઊંઝામાં પોતાનો ધંધો સેટ કરવા ખુદ ટ્રાન્પોર્ટર ખોટા પત્રો લખતો અને જીએસટી...

ઊંઝામાં પોતાનો ધંધો સેટ કરવા ખુદ ટ્રાન્પોર્ટર ખોટા પત્રો લખતો અને જીએસટી વિભાગને ફોન કરતો : રેકોર્ડિંગ વાયરલ

Face Of Nation 21-09-2024 : ઊંઝામાં એક ટ્રાન્સપોર્ટરે અંદરો અંદર ઝઘડા ઉભા કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાની વાતો સામે આવી છે. આ તમામ કામગીરી તેણે માત્ર અન્ય વેપારીઓને અંદરો અંદર દુશમનાવટ ઉભી કરાવીને ઝઘડતા રાખીને તેનો ધંધો સેટ કરવા કરી હોવાનું સામે આવ્યું છે. મરી મસાલાનું હબ ગણાતું મહેસાણાનું ઊંઝા હાલ વેપારીઓના અંદરો અંદર ઝઘડાને લઈને ચર્ચામાં છે. આ ગામ જીએસટી વિભાગમાં પણ ચર્ચા સ્થાને છે. મળતી માહિતી મુજબ, આ યુવકે એ હદે તેની મેલી મુરાદ પાર પાડી કે, તેણે ચૂંટણી સમયે એક નનામો પત્ર લખીને, ભાજપના નારાયણ પટેલ વિરુદ્ધ વેપારીઓનો રોષ હોવાથી ટિકિટ ન આપવાની પણ રજુઆત કરી હતી. જો કે આ માસ્ટર માઈન્ડ યુવકની રણનીતિથી સમગ્ર ઊંઝાના રાજકીય અને ધંધાદારી વેપારીઓમાં ભાગલા પડી ગયા હતા અને તમામ લોકો એક બીજાની સામે આવી ગયા હતા.
પરપ્રાંતીય યુવક અને તેના પરિવારે ઊંઝામાં તેમનો ટ્રાન્સપોર્ટનો ધંધો સેટ કરવાના ઇરાદે જુદા જુદા સરકારી વિભાગોમાં જુદા જુદા નામે તથા અનામી પત્રો લખીને અન્ય ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ ઉપર ખોટા આક્ષેપો કરતી અરજીઓ જુદી જુદી સરકારી સંસ્થાઓમાં કરી હતી. આ અરજીને લઈને સમગ્ર ઊંઝામાં જીએસટીથી લઈને અન્ય સરકારી સંસ્થાઓ દ્વારા રેડ કરવામાં પણ આવી હતી જો કે તમામ વેપારીઓ તે સમયે અવઢવમાં હતા કે, આ સમગ્ર કામગીરી કોના ઈશારે થઇ રહી છે. તે સમયે લોકોમાં જુદા જુદા નામો ચર્ચાઈ રહ્યા હતા પરંતુ જે આ કામગીરી કરી રહ્યું હતું તે તેનો ટ્રાન્સપોર્ટનો ધંધો વેપારીઓને ડરાવીને અને અન્ય ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ ખોટી વાતો કરીને સેટ કરતો હતો. આ સમગ્ર કામગીરી રાજકીય રંગ આપવાની પણ મુખ્ય ભૂમિકા આ યુવકે ભજવી હતી. પરંતુ સત્ય હકીકત કંઈક જુદી જ હતી.
થોડા સમય અગાઉ આ વ્યક્તિએ જીએસટી વિભાગમાં જુદા જુદા આક્ષેપો કરતી અરજી કરી હતી, જેમાં ધમો મિલન, શંકર અને ઊંઝાના માજી ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ, સુપ્રીત પટેલ સહીત નિશિત પટેલ, ઋત્વિક પટેલ, કનુજી ઠાકોર, સુપ્રીમ પટેલ, યશવંતસિંહ પાલનપુર, જે.પી. બિશ્નોઇ, ઉપેન્દ્ર આચાર્ય, મોહિન્દર સીંગ, રામલાલ શર્મા, જયનીશ પટેલ સહીત અનેક લોકો ઉપર આક્ષેપ કર્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.
ઊંઝામાં વધતા જતા વેપાર અને ધંધાઓની હરીફાઈને લઈને એક ટ્રાન્સપોર્ટરે તેનો ધંધો સેટ કરવા માટે અંદરો અંદર વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ઝઘડા ઉભા કરાવ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ વ્યક્તિએ જીએસટી વિભાગના કર્મચારીઓથી માંડીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હપ્તો લેતા હોવાના આક્ષેપો પણ કર્યા છે. જીએસટીના કર્મચારીઓને પણ ફોન કરીને અન્ય ટ્રાન્સપોર્ટરોની ટ્રકોના ખોટા નંબરો અને માહિતીઓ આપીને આ યુવકે અનેક ધંધાદારીઓને મોટું નુકસાન પહોચાડ્યું છે. આ પરપ્રાંતીય વેપારીએ તેનો ધંધો સેટ કરવા અને અન્ય વેપારીઓમાં અંદરો અંદર ઝઘડા કરાવવા માટે એક મજબૂત રણનીતિ ઘડી હતી અને તે મુજબ તે કામ કરી પોલીસ, જીએસટી અને અન્ય સરકારી સંસ્થાઓમાં અરજી કરીને મીડિયામાં તેને આપતો હતો. આ યુવકને તાજેતરમાં જ વિરોધીઓ લોકોએ મારી મારીને અધમુઓ કરી નાખ્યો હતો તેમ છતાં તે વેપારીઓને અંદરો અંદર ઝઘડાવવાના કાવતરા રચતા લોકોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે સાથે જ તેના તમામ કારનામા જાહેર થઇ જતા હાલ સમગ્ર ઊંઝામાં તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ યુવક દ્વારા થયેલ કેટલીક અરજીઓ અને રેકોર્ડિંગ ફેસ ઓફ નેશનને પણ મળ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).