Home Uncategorized મોદી મોદી કરનારા ભારતીયોનું અમેરિકામાં શરણાગતિ માટેનું કારણ : “અમારા જીવને મોદી...

મોદી મોદી કરનારા ભારતીયોનું અમેરિકામાં શરણાગતિ માટેનું કારણ : “અમારા જીવને મોદી સરકારથી જોખમ છે”

Face Of Nation 22-09-2024 : અમેરિકામાં ભારતીયો મોદી મોદી કરી રહ્યા છે જેનું સત્ય ચિત્ર કંઈક જુદું જ છે. કેટલાક ભારતીયોને પૈસા આપીને અમેરિકામાં મોદીના કાર્યક્રમમાં લાવવામાં આવતા હોવાના આક્ષેપો અવારનવાર થયા છે સાથે જ ભારતમાંથી પણ મોટી સંખ્યામાં મોદી આવવાના હોય તે અગાઉ અનેક ભારતીયો આવી જાય છે અને મોદીના કાર્યક્રમમાં અમેરિકી ભારતીય હોવાના દેખાવડા કરીને મોદીની વાહવાહી કરતા હોય છે. જો કે આજે વાત કરીએ અમેરિકામાં ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને ઘુસતા ભારતીયોની. આ ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતના લોકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા સરકાર પાસે શરણાગતિ માંગે છે અને આ શરણાગતિ માંગવા પાછળનું કારણ એવું બતાવે છે કે, તેઓ પોતે કોંગ્રેસ પક્ષના કાર્યકર કે નેતા હતા અને મોદીને કારણે અને ભાજપ સરકારના આવવાથી તેમના જીવને જોખમ છે. ભારતમાં અનેક લોકો ઉપર હુમલાઓ કરવામાં આવ્યા છે અને આ હુમલાઓમાં નિર્દોષોએ જીવ ગુમાવ્યા છે. આવા લોકો શરણાગતિમાં મોદીને જીવનું જોખમ ગણાવે છે અને જો ભારતમાં ચૂંટણી આવે કે મોદી અમેરિકામાં આવે તો મોદી મોદી કરી ને સસ્તી પબ્લિસિટી મેળવવવા દોડી જાય છે.
અમેરિકાના કસ્ટમ અને બોર્ડર સિક્યુરિટીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા છે. આંકડા પ્રમાણે 2019-20માં 19000 જેટલા ભારતીયો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરતા પકડાયા હતા અને એ પછી હવે આ આંકડો સતત વધતો જ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં પકડાયેલા ભારતીયો પૈકી 30000થી વધુ કેનેડા બોર્ડર પર અને 41000થી વધુ મેક્સિકો બોર્ડર પકડાયા છે. તેમને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં એકલા વ્યક્તિ, પરિવારના સભ્યો, સગીર વયના વ્યક્તિ સાથે તથા બાળકોનો સમાવશ થાય છે. પકડાયેલાઓમાં સૌથી વધારે સંખ્યા પુખ્ત વયના અને એકલા લોકોની છે. આ તમામ લોકો જયારે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં પ્રવેશે છે ત્યારે બોર્ડર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને પ્રાથમિક નિવેદન લેવામાં આવે છે અને ત્યારબાદ તેમને બોન્ડ ભરીને મુક્ત કરવામાં આવે છે. મુક્ત થતાની સાથે જ અમેરિકી સરકાર પાસે એસાઇલમ (આશ્રયની અરજી) દાખલ કરે છે અને તે દાખલ કરવામાં એવું કારણ જણાવે છે કે, ભારતની સરકારથી અમને જાનલેવા ખતરો હોવાથી અમે ભારત દેશ છોડીને અહીં સ્થાયી થવા અરજ કરીએ છીએ. અમેરિકી સરકાર પાસે આવી આશ્રયની અરજીઓ લાખ્ખોની સંખ્યામાં પેન્ડિગ પડી છે. જો કે હાલમાં અમેરિકી સરકારે બોર્ડર ક્રોસ કરીને આવનાર લોકો પાસેથી આશ્રય અરજી કરવાનો હક્ક પણ છીનવી લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

ઊંઝામાં પોતાનો ધંધો સેટ કરવા ખુદ ટ્રાન્પોર્ટર ખોટા પત્રો લખતો અને જીએસટી વિભાગને ફોન કરતો : રેકોર્ડિંગ વાયરલ