Home News GSTના શુક્લા સાહેબ સેટિંગ કરતા હતા ? : સાંભળો ખુદ ઊંઝાના ટ્રાન્સપોર્ટર...

GSTના શુક્લા સાહેબ સેટિંગ કરતા હતા ? : સાંભળો ખુદ ઊંઝાના ટ્રાન્સપોર્ટર પ્રબોધ શર્માંનો ઓડિયો

Face Of Nation 09-10-2024 : GSTમાં ફરજ બજાવતા શુક્લ સાહેબે ઊંઝાના પ્રબોધ શર્માના ટ્રાન્સપોર્ટર ઉપર રેઇડ કરી હતી અને આ રેઇડ અગાઉ પ્રબોધ શર્માને ફોન કરીને જાણ કરી દેવામાં આવી હતી. આ જાણ બાદ શર્માને તેની કરોડોની કરચોરીના હિસાબોના ચોપડાઓ સગેવગે કરી દીધા હતા. આ કબૂલાત ખુદ શર્માએ એક ઓડિયો મારફતે કરી છે. જેમાં તેણે એવી પણ કબૂલાત કરી છે કે, શુક્લ સાહેબ જોડે એવું સેટિંગ કરાવ્યું છે કે, જયવીર વાળો લેટર પેઈડ ઉપર લખી આપશે કે, તમામ ટેક્સની જવાબદારી મારી છે પ્રબોધભાઈની નથી. જીએસટીના અધિકારીઓ સેટિંગ કરાવતા હોવાના આ ઓડિયોથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ચીટર શર્માનો આ ઓડિયો જીએસટીના અધિકારીઓ સેટિંગ કરતા હોવાની ચાડી ખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રબોધ શર્માએ જીએસટીના નીચેથી લઈને કમિશનર સુધીના અધિકારીઓના હપ્તા ચાલતા હોવાના આક્ષેપો કર્યા છે અને હવે જીએસટી વિભાગે આ મામલે કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની ગઈ છે.
જયારે જીએસટી વિભાગના અધિકારીઓએ રેઇડ કરી તેની અગાઉથી જાણકારી થતાની સાથે જ પ્રબોધ શર્માએ તમામ કરોડોના બિનહિસાબી વ્યવહારોના ચોપડાઓ સગેવગે કરી દીધા હતા. આ વાત ખુદ શર્માએ સ્વીકારી છે. જેને લઈને જીએસટીના અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં જીએસટી વિભાગ ચર્ચામાં છે તેવામાં ઊંઝાના ચીટર એવા પ્રબોધ શર્માના ટ્રાન્પોર્ટની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી કરોડોના વ્યવહારો મળે તેમ છે સાથે જ કરોડોની કરચોરીનો પણ પર્દાફાશ થાય તેમ છે. જીએસટી વિભાગ જો સ્વતંત્ર રહીને કામગીરી કરે તો અત્યાર સુધી બાપ દીકરાની જોડી એવી ચીટર શર્મા બંધુએ સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો છે. જો શર્માના ફોન સહીત જીએસટીની રેઇડ વખતે છુપાવવામાં આવેલા ચોપડાઓની તપાસ કરવામાં આવે તો અનેક કારનામાઓનો પર્દાફાશ થાય તેમ છે. આ શર્માએ ઊંઝાને બદનામ કરવા કશું બાકી રાખ્યું નથી. ઊંઝાના વેપારીઓ વિરુદ્ધ અરજીઓ કરીને જીએસટી વિભાગને ગેરમાર્ગે દોરીને ચીટર પિતા પુત્રની જોડીએ સરકારને કરોડોની કરચોરી કરીને ચૂનો ચોપડ્યો હોવાની વાતો ખુદ તેણે પોતે સ્વીકારી છે આવા અનેક ઓડિયોનો ફેસ ઓફ નેશને પર્દાફાશ કર્યો છે.
શર્માની સાથે ફરતા અંબુ પટેલ નામનો વ્યક્તિ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં રેઇડોના સેટિંગ કરાવીને અધિકારીઓને હપ્તા આપતો હોવાની વાતો સામે આવી છે. આ અંબુ પટેલની ફેસ ઓફ નેશન પાસે કેટલીક ચોંકાવનારી માહિતીઓ છે જેને આગામી સમયમાં ઉઘાડી પાડીને અત્યાર સુધી અંબુ પટેલે પણ ક્યાં વરિયાળીમાંથી જીરું બનાવતા વેપારીનો તોડ કર્યો હતો તેના નામ સહિતની માહિતી રજૂ કરવામાં આવશે અને આ તમામ માહિતીઓ ખુદ પ્રબોધ શર્માએ કબુલ કરી છે. પ્રબોધ શર્માએ જ અંબુ પટેલના કારનામાનો કાળો ચિઠ્ઠો ખોલી દીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સાંભળો ઊંઝાના શર્માની શેખી : “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ હું બહાર લાવ્યો, રેઈડો મેં કરાવી” – Face of Nation