Home Uncategorized ભાજપના રાજમાં ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સનું હબ !, 100ની સામે 20નું...

ભાજપના રાજમાં ગુજરાત બની રહ્યું છે ડ્રગ્સનું હબ !, 100ની સામે 20નું ડ્રગ્સ પકડાય છે ! : વધુ 5 હજાર કરોડનું કોકેઇન ઝડપાયું

Face Of Nation 13-10-2024 : ભાજપના રાજમાં વિકાસની સાથે સાથે યુવાઓને વિનાશ તરફ દોરતા ડ્રગ્સની માંગ અને વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ઘણા માતા પિતાઓને ખબર નથી કે તેમના સંતાનો ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે. જે ડ્રગ્સ સીધું લોકો સુધી પહોંચી જાય છે અને પકડાતું નથી તેને રકમ અને માત્ર ખુબ જ મોટા પ્રમાણમાં છે. કહેવાય છે કે, જયારે ગુજરાતમાં 100 રૂપિયાનું ડ્રગ્સ ઘૂસે છે ત્યારે પોલીસ કે તંત્ર માત્ર 20 કે 30 રૂપિયાનું ડ્રગ્સ પકડીને રાહતનો શ્વાસ લઇ જાણે કે મોટું ષડયંત્ર પકડ્યું હોય તેમ બણગા ફૂંકવામાં વ્યસ્ત બની જાય છે પરંતુ બાકીનું ડ્રગ્સ બિન્દાસ્ત ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં ઉપલબ્ધ થઇ જાય છે અને યુવાધન ડ્રગ્સના નશામાં મદહોશ બની જાય છે.
રવિવારે (13 ઓક્ટોબર) ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને તે ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીની છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલોગ્રામ કોકેઈન અને 40 કિલોગ્રામ હાઈડ્રોપોનિક થાઈલેન્ડ ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે.
1 ઓક્ટોબર, 2024ના રોજ, દિલ્હીના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડ્યો અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના માલસામાનને જપ્ત કર્યો છે.તપાસ દરમિયાન, 10 ઓક્ટોબર, 2024 ના રોજ, દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો વધારાનું કોકેન મળી આવ્યું હતું.પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે ઝડપાયેલ દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને આ દવા ગુજરાતના અંકલેશ્વરની અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવી હતી.આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો, જેની કિંમત 13,000 કરોડ રૂપિયા છે, રિકવર કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

GSTના શુક્લા સાહેબ સેટિંગ કરતા હતા ? : સાંભળો ખુદ ઊંઝાના ટ્રાન્સપોર્ટર પ્રબોધ શર્માંનો ઓડિયો