Face Of Nation 02-01-2025 : અમેરિકામાં ટ્રમ્પની જીત બાદ ગેરકાયદે બોર્ડર કૂદીને ઘુસેલા તમામ લોકો ઉપર તવાઈ શરૂ થઇ ગઈ છે. ટ્રમ્પએ તમામ ગેરકાયદે ઘુસેલા લોકોને ડિપોર્ટ કરવાનું વચન આપતા અમેરિકાના નાગરિકોએ તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ફરીથી સત્તા સોંપી છે. ટ્રમ્પની જીત બાદ સમગ્ર દેશમાં રહેતા ગેરકાયદે લોકોની ચિંતા વધી ગઈ છે. જયારે આ લોકો અમેરિકામાં ઘુસ્યા તે જ સમયે અમેરિકી સરકારે તેમના પાસપોર્ટ જપ્ત કરીને તેમને અમેરિકામાં પ્રવેશ આપ્યો જેથી સહેલાઈથી વ્યક્તિ ક્યા દેશનો છે તેની પુરાવા સાથે ઓળખ થઇ જાય. ટ્રમ્પ આગામી 20મી જાન્યુઆરીએ સત્તાવાર અમેરિકી રાષ્ટ્રપતિ પદનું સુકાન સંભાળશે અને ત્યારબાદ પહેલું કામ ગેરકાયદે ઘુસેલા લોકોને દેશ બહાર કાઢવાનું કરશે અને તેને લઈને તેઓએ જાહેરમાં નિવેદનો અને દેશના નાગરિકોને વચનો પણ આપ્યા છે.
અગાઉ જે ભારતીયો કે અન્ય દેશના લોકો અમેરિકામાં પ્રવેશતા હતા તેઓના પાસપોર્ટ લીધા વિના કાયદાકીય કાગળો કરીને અમેરિકામાં એન્ટ્રી આપી દેવામાં આવતી હતી. જેને લઈને ડિપોર્ટ કરતી વેળાએ વ્યક્તિ ક્યા દેશનો છે તેનો આધાર પુરાવો મેળવવો મુશ્કેલ બની જતો હતો, જો કે બાઈડેન સરકારે બોર્ડર કૂદીને આવનારાઓને આવવા દીધા પરંતુ સાથે જ તે સમયે તેમના પાસપોર્ટ સહીત જરૂરી ઓળખના પુરાવાઓ પણ કબ્જે કર્યા જેથી કરીને કોઈ મુદ્દો બની જાય કે કોઈ અન્ય સરકાર આવે તો તેમને આ ગેરકાયદે લોકોને ડિપોર્ટ કરવા આસાન બની જાય. હાલ અમેરિકી સરકાર પાસે જે જે લોકો ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને આવ્યા છે તેમનો મોટાભાગનો બધો જ ડેટા છે. આવા લોકો હાલ ક્યાં કામ કરે છે અને ક્યાં રહે છે તેની માહિતી પણ સરકાર પાસે છે. જેથી આવા લોકોનું લિસ્ટ બનાવીને ન્યાયી પ્રક્રિયા ઝડપી કરીને તમામને ડિપોર્ટ કરવાની કામગીરીના આયોજનો બંધ બારણે શરૂ થઇ ગયા છે.
અમેરિકાના ઘણા રાજ્યોમાં ટ્રમ્પની જીત થતાની સાથે જ પોલીસે કડકાઈ દાખવીને ગેરકાયદે લોકોને ઝડપવાની કામગીરી શરૂ કરી દીધી છે. જો કે આ કામગીરી આગામી 20મી જાન્યુઆરી, 2025 બાદ વધુ વેગવંતી બને તેવી પ્રબળ શક્યતાઓ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
GST ચોરીના કૌભાંડ બાદ ઊંઝાના ચીટર પ્રબોધ નરેશ શર્માનું સરકારને ચૂનો ચોપડવા બનાવટી ખાતર કૌભાંડ