Home Crime સુરેન્દ્રનગર:વ્યાજે પૈસા લેનાર શખ્સ બન્યો હત્યારો,માતા અને પુત્રીને છરીના ઘા મારી મોતને...

સુરેન્દ્રનગર:વ્યાજે પૈસા લેનાર શખ્સ બન્યો હત્યારો,માતા અને પુત્રીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા

Face Of Nation:સુરેન્દ્રનગરમાં પરસોત્તમ ડોડીયા નામના શખ્સે માતા-પુત્રીની હત્યાને કારણે ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીએ રતનપર રામેશ્વર ટાઉનશીપ ખાતે દીકરી અને વઢવાણ રોડ પર આવેલા શનિ મંદિર ખાતે માતાની છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જેને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, રતનપરના રામેશ્વર ટાઉનશિપમાં શેરી નંબર 7માં રહેતા પરસોત્તમ ડોડીયાએ ભાવિકાબેન અને તેની માતા સુર્યાબેન પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જોકે, રૂપિયા ચૂકવી નહીં શકતા તેમણે મકાન અને જમીન લખી આપ્યા હતા. પરંતુ 26 જૂલાઈએ ફરીથી ભાવિકાબેન પરસોત્તમભાઈના ઘરે આવતાં બંને વચ્ચે રકઝક થઈ હતી. આ સમયે ઉશ્કેરાયેલા પરસોત્તમભાઈએ ભાવિકાબેનને છરીના ઘા મારી દીધા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ત્યાર બાદ પરસોત્તમભાઈ પોતાની કાર લઈને વઢવાણ રોડ પર આવેલા શનિ મંદિર ગયા હતા અને અહીં ભાવિકાબેનની માતા સુર્યાબેનની પણ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. હાલ, પોલીસે આરોપી પરસોત્તમ ડોડીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.