Face Of Nation 04-03-2025 : વિનામૂલ્યે ભોજનાલયમાં લોકોને પ્રસાદ પીરસવામાં આવે છે અને તેના માટે કોઈની પાસે હાથ લાંબા કરવામાં આવતા નથી. આ પ્રસાદથી કોઈનું આરોગ્ય બગડતું નથી. જયારે હોટેલોમાં પૈસા આપીને જમવાનું હોય છે જ્યાં અનેક વાર ખાવા બાદ લોકોની તબિયત બગડી હોવાના અનેક કિસ્સાઓ છે. કોઈ હોટેલ માલિકની એટલી તાકાત કે હેસિયત નથી હોતી કે તે વિનામૂલ્યે ભોજનાલય ચાલુ કરી શકે. આવો જ મોટો તફાવત જલારામ બાપા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. જલારામ બાપાના વીરપુર સ્થાનકે આજદિન સુધી કોઈની પાસે પૈસા માંગવામાં કે દાન પેટીઓ મુકવામાં આવી નથી. જયારે સ્વામિનારાયણ મંદિરોમાં પૈસા વિના મફત પ્રસાદ પણ મળતો નથી. દાન ધર્માદો લખાવવામાં આવે તો જ લાડવાના પ્રસાદની થેલી આપવામાં આવે છે. સ્વામિનારાયણના સાધુઓથી લઈને આચાર્યો સુધીના લોકો એક જ ભાષણ આપતા હોય છે, “ધર્માદો આપો, ધર્માદો આપો”. આ ધર્માદા અને દેવના દરબારના નામે ભગવાની આડમાં રહેલા સ્વામિનારાયણના ભોગી સાધુઓએ હિન્દૂ સમાજને લજવવામાં કશું બાકી રાખ્યું નથી. તેમનું પાલન પોષણ કરનારાઓ સૌથી મોટા ધર્મના ગુનેગારો છે. આવા લોકો તેમના સાધુઓની પાપલીલા જાણતા હોવા છતાં સ્વામી, સ્વામી,.. કરે છે પણ સત્સંગી કે કહેવાતા નમાલા હરિભક્ત તેમના સંપ્રદાયના સાધુ કે આચાર્યને સવાલ કરવાની હિંમત ધરાવતા નથી.
જલારામ બાપા ઉપર ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ પોત પ્રકાશ્યું છે. આવા નફ્ફટો ખરેખર તો સાધુ કહેવડાવવાને લાયક નથી કેમ કે, તેમના માટે માત્ર તેમની જ લીટી લાંબી તેવું છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ એક ધર્મની દુકાન છે. જ્યાં બધું વેચાય છે અને ખરીદાય પણ છે. અહીં ભોજનથી લઈને પ્રસાદ સુધીની તમામ વસ્તુઓ વેચાય છે. પૈસા આપવાથી પ્રસાદ મળે છે અને ટોકનના નામે પૈસા આપવાથી જમવાનું મળે છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ જલારામ બાપા ઉપર કરેલી ટિપ્પણીથી વિવાદ ઉઠ્યો છે. જો કે દર છ મહિને કે એકાદ વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના ભોગી સાધુઓનો બફાટ અથવા તો કાંડ પ્રકાશમાં આવે છે અને હિન્દૂ સમાજની આબરૂના ધજાગરા કાઢે છે. આવા લોકો સાધુ કે સ્વામી શબ્દ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠાડી રહ્યા છે અને ભગવા વસ્ત્રને લજવી રહ્યા છે.
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ એક કહેવત છે. આપણા સમાજમાં કે આપણા દેશમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અને તે મરણ પથારીએ હોય ત્યારે પીડાય છે તો લોકો એમ કહે છે કે, કરેલા કર્મો ભોગવે છે. હવે, જો આ જ ચિત્ર કોઈ સાધુ માટે બને છે ત્યારે તે વ્યાખ્યાય બદલાઈ જાય છે એટલે કે જયારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ કે સાધુ મરણ પથારીએ પડે છે અને પીડાય છે ત્યારે તેમના અંધ ભક્તો એવી વ્યાખ્યાય બનાવે છે કે, સ્વામીએ લોકોના દુઃખ દર્દ લઇ લીધા છે જેને લીધે આજે તેઓ યાતના ભોગવી રહ્યા છે.
દિવસે દિવસે સ્વામિનારાયણના સાધુઓની સેક્સ સીડીઓ કે લાલજીઓની ગુપ્તાંગ લીલાઓ પ્રકાશમાં આવે છે તેમ છતાં આ બધાને છાવરનારા જવાબદાર નફ્ફટ હરિભક્તો જાગવાનું નામ નથી લેતા. જે લોકો સ્વામી,. સ્વામી,.. કરે છે. જો સ્વામિનારાયણ ભગવાન હોય અને પરચા પૂરતા હોય તો કેમ ધર્મના નામે ધંધા કરનારા સ્વામીઓ, નાગા થઈને તેમનું ગુપ્તાંગ દેખાડતા લાલજીઓ અને સંસારના સેક્સથી લઈને તમામ સુખ ભોગવતા સાધુ કે આચાર્યોને કશું જ થતું નથી ?? જો કોઈ આમ નાગરિક કે ભગવાનનો ભક્ત કાંઈ ખોટું કરે તો તેને ભગવાન પરચો આપે છે અને ભોગવવું પડે છે તો આ બધા લોકોના કાવાદાવાઓ કે સેક્સકાંડ છતાં કેમ ભગવાન તેના ચરણોને અડવાની પણ છૂટ આપે છે ? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).