Home News ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કરેલા નિવેદનો કેમ આજે વડાપ્રધાન મોદીને યાદ નથી ?,...

ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કરેલા નિવેદનો કેમ આજે વડાપ્રધાન મોદીને યાદ નથી ?, જુઓ આ Video

Face Of Nation 24-04-2025 : આતંકવાદ મામલે જોરદાર ભાષણ આપનાર ગુજરાતના જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ઘણો તફાવત છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલા નિવેદનો કેમ આજે વડાપ્રધાન મોદીને યાદ નથી ? ખેર ! મોદીતો એક રાજકીય વ્યક્તિ છે અને રાજકીય વ્યક્તિઓની બોલવાની અને કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય તે જગજાહેર છે પણ પ્રજાને કેમ યાદ નથી કે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આતંકવાદ મામલે શું શું કહ્યું છે.

એવું લાગી રહ્યું છે કે, ગઈકાલે જે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તેઓએ માત્ર વડાપ્રધાન બનવા માટે થઈને તે સમયની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ જોરદાર ભાષણબાજી કરી અને જયારે આજે તેઓ ખુદ સરકાર બનીને બેઠા છે ત્યારે તે નિવેદનો ભુલાઈ રહ્યા છે. દિવસે દિવસે આતંકવાદ માથું ઉંચકી રહ્યો છે અને નિર્દોષોના જીવ જઈ રહ્યા છે ત્યારે મોદીને કેમ કોઈ તેમના જુના વિડીયો દેખાડનાર કે જુના વિડીયો દેખાડી પ્રશ્નો કરનાર નથી તે એક સવાલ છે. તાજેતરમાં મોદીએ પહેલગામ હુમલા બાદ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, “આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ વધુ કઠોર સજા મળશે, દરેક આતંકવાદીને પકડીને સજા કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે આ હુમલો માત્ર તે પ્રવાસીઓ પર નથી, ભારતની આત્માને ઠેસ પહોંચી છે. અમે આતંકવાદીઓના બાકી રહેલા મેદાનનો પણ સફાયો કરીશું. આતંકવાદીઓને ઓળખીને ઠાર કરવામાં આવશે. મોટી વાત એ હતી કે પીએમ મોદીએ અંગ્રેજીમાં પણ વાત કરી, આ રીતે તેમણે આખી દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો – ભારત ઝુકવાનું નથી, ભારત આતંકવાદ પર કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે.”
મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયનો તેમનો એક વિડીયો અહીં રજૂ કરવામાં આવ્યો છે. આ વિડીયો થકી ભારતના વડાપ્રધાન અને મીડિયાના વિશ્વગુરુ વિરુદ્ધ કેટલાક સવાલો ઉભા થાય છે. જો મોદી આ વિડીયોને નકારતા હોય તો તે સમયે માત્ર તેઓએ વોટબેન્ક માટે ફેંકાફેંક કરી તેવું લાગે છે અને જો આ વીડિયોમાં તેમણે આપેલા ભાષણને સ્વીકારતા હોય તો આજે તેઓ જ વડાપ્રધાન છે અને તેઓ આમ જ કરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાય છે. મોદીને સિંહ કે ભારતના મસીહા કહેનારાઓ કે માનનારાઓને એ ખબર નથી કે મોદી જેટલા ડરપોક વિશ્વના કોઈ નેતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).