Face Of Nation:જામનગર હાલ ટીકટોક વીડિયોને લઈને ગુજરાત પોલીસ બહુ જ ચર્ચામાં છે. ત્યારે જામનગરમા એક ફેસબુક લાઈવ વીડિયોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલા મહિલાઓના સ્વીમીંગ પુલમાંથી ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ વીડિયો અન્ય કોઈએ નહીં પરંતુ પોતે મહિલા કોચે જ ફેસબૂક પર લાઇવ કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકા સંકુલની બાજુમાં જ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવેલું છે અને આ કોમ્પ્લેક્ષમાં વિવિધ રમતો માટે ઈન્ડોર સ્ટેડીયમ ઉપરાંત સ્વીમીંગ પુલ પણ આવેલું છે. જેમાં બહેનો, ભાઈઓ, બાળકો અને ફેમીલી બેચ હોય છે. પરંતુ શનિવારે સવારે જે સ્વીમીંગ પુલમાં પુરુષોને જવાની મનાઈ છે. જ્યારે લેડીઝ સ્વીમીંગ ચાલતું હોય ત્યારે સ્ટાફને પણ જવાની મનાઈ છે.તેવામાં જ લેડીઝ સ્વીમીંગના મહિલા કોચ ભાવના નંદાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર મહિલાઓના સ્નાનનો વીડિયો ફેસબૂક પર લાઈવ કર્યો હતો. સમગ્ર મામલે આખા જામનગરને જાણ થતાં મામલો ગરમાયો હતો. ત્યાર બાદ મહિલા કોચે વીડિયો તેના એકાઉન્ટ પરથી ડિલેટ કરી નાખ્યો હતો.