Face Of Nation:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલ કોઈ પૂર્વ જાણકારી વગર કાશ્મીર ઘાટી પહોંચ્યા બાદ અનેક પ્રકારની ધારણાઓ કરવામાં આવી રહી છે. કોઈ તેમના પ્રવાસને આર્ટિકલ 35-એથી જોડી રહ્યું હતું તો કોઈએ અનુમાન લગાવ્યું હતું કે કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે. આ તમામ અહેવાલોની વચ્ચે હવે ખુલાસો થયો છે કે કાશ્મીર ઘાટીમાં એક મોટા આતંકી હુમલાના ખતરાને જોતાં એનએસએ અજિત ડોભાલે તમામ સુરક્ષા એજન્સીઓની સાથે બેઠક કરી હતી. તેની સાથે જ કાશ્મીરમાં સેના વધારવાના નિર્ણયને આતંકી હુમલાની સૂચનાને જોતા માત્ર સેનાને મજબૂત કરવાનું કહેવામાં આવી રહ્યું છે.મૂળે, ઇન્ટેલિજન્સ એજન્સીઓને જાણકારી મળી છે કે કાશ્મીર ઘાટીમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહો દ્વારા એક મોટા આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. ઇન્ટેલિજન્સ જાણકારીને જોતાં કાશ્મીરમાં અર્ધસૈનિક દળોની સંખ્યા વધારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અજિત ડોભાલ બે દિવસના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ સુરક્ષા તથા ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓીન સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરિક્ષણ કરશે. ડોભાલનો આ પ્રવાસ ઘણો સીક્રેટ રાખવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનગર પહોંચવાના થોડાક કલાક પહેલા જ અધિકારીઓને એનએસએ પહોંચવાની જાણકારી આપવામાં આવી હતી.અજિત ડોભાલે રાજ્યપાલના સલાહકાર વિજય કુમાર, ડીજીપી દિલબાગ સિંહ, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રહ્મણ્યમ, આઈજી એસપી પાણિ સાથે મુલાકાત કરી. કાશ્મીર પ્રવાસે પહોંચેલા એનએસએ આ દરમિયાન આઈબીના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી. ડોભાલે આ દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા કરી તેની કોઈ જાણકારી હજુ સુધી જાણવા મળી નથી.