Face Of Nation:અમદાવાદમાં વહેલી સવારથીજ મેઘરાજા ધીમીધારે વરસી પડ્યા હતા. મણિનગર બાપુનગર કૃષ્ણનગર એરપોર્ટ સેટેલાઈટ, વાસણા સહીત વિવિધ વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ બંધાયું હતું અને પછી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો ,,તો વરસાદને કારણે અહીં વરસાદી શીતલહેર છવાઈ હતી. ત્યારે વરસાદી મોજમાં ભીંજાયેલા અમદાવાદીઓને અસહ્ય ગરમીથી છુટકારો પણ મળ્યો હતો…