Face Of Nation:રવિવારે ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં વાહન પર પથ્થરની શીલા પડી જતાં હરિયાણાના ચાર કાવડયાત્રીઓ માર્યા ગયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા, બંગારધર ખાતે આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે સુમો 12 કાવડયાત્રીઓને લઇને ગંગોત્રી-ઋષિકેશ હાઇવે પર જતી હતી અને જોરદાર પથ્થર ટકરાયો હતો .જેમા ચાર કાવડયાત્રીઓ સ્થળ પર જ મોતને ભેટ્યા હતા, જ્યારે ઘાયલોને તાત્કાલિક ઋષિકેશ એઈમ્સ ખાતે લઈ જવાયા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્ય પ્રધાન રાવતે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને એઈમ્સના તબીબોને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.કાવડયાત્રા દરમિયાન આતંકવાદી ધમકીઓ વચ્ચે 30 મી જુલાઈ સુધી દહેરાદૂન-દિલ્હી હાઇવે બંધ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે વાર્ષિક 13-દિવસીય કાવડયાત્રાના ભાગરૂપે લગભગ 1.5 લાખ કાવડયાત્રીઓ મોટાભાગે ઉત્તર રાજ્યોના, હરિદ્વાર અને રાજ્યના અન્ય વિસ્તારોની મુલાકાત લેતા હોય છે…