Face Of Nation:પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. ગુજરાતના કદાવર નેતા રાદડિયાનું નિધન થતા વડાપ્રધાન મોદી મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ વાઘાણી, ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ, પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલી આપી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર ગુજરાતી ભાષામાં બે ટ્વીટ કરી અને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે લખ્યું ‘પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. ‘
વિજય રૂપાણી : મુખ્ય મંત્રીએ ટ્વીટ કરી અને દુ:ખ વ્યક્ત કર્યુ હતું. રૂપાણીએ લખ્યું રાદડિયાના અવસાનથી દુ:ખી છું, તેમના પરિવારને મિત્રોને આશ્વાસન
શિવરાજ સિંહ ચૌહાણ : ભારતીય જનતા પાર્ટીએ એક કર્મઠ નેતા ગુમાવ્યા છે. ઇશ્વર તેમના પરિવાર અને પાર્ટીના કાર્યકર્તાઓને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
જીતુ વાઘાણી : તેમની તંદુરસ્તી માટે પરિવાર અને પાર્ટીએ સતત પ્રયાસો કર્યા હતા. સહકારી ક્ષેત્રના નેતા હતા. ઘણા સમયથી તેઓ હૉસ્પિટલાઇઝ્ડ હતા. છેલ્લા ઘણા મહિનાથી કોમામાં હતા. ખૂબ મોટા ગુમાવવાનો ભારતીય જનતા પાર્ટીને રંજ છે.
દિલીપ સંઘાણી : રાજપ, કોંગ્રેસ અને ભાજપમાં તેમણે અનેક હોદ્દાઓ પર કામ કર્યુ. સહકારી પ્રવૃતિ અને ખેડૂતોના પ્રશ્ને પક્ષાપક્ષીથી પર રહી અને તેમણે કામ કર્યુ હતું. રાજકોટ જિલ્લા સહકારી બેંકે તેમની આગેવાનીમાં ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપવાની શરૂઆત કરી હતી. સહકાર ક્ષેત્રએ આગેવાન ગુમાવ્યો છે.
રમેશ ધડૂક : તેઓ મોટા આગેવાન હતા. ખેડૂતો માટે તેમણે આખી જીંદગી ઘસી નાખી હતી. તેઓ ભાજપના મોટા નેતા હતા અને સમાજ માટે અને ખેડૂતો માટે ખૂબ કામ કર્યુ હતું.
ભાર્ગવ ભટ્ટ : વિઠ્ઠલ ભાઈના કારણે સૌરાષ્ટ્રમાં જે સહકારી પ્રવૃતિ આગળ વધી હતી તેને મોટી ખોટ પડી છે. સહાયક અને લડકાયક વ્યક્તિ જેણે જીવન સાથે પણ સંઘર્ણ કર્યો. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.
ભરત પંડ્યા : વિઠ્ઠલભાઈના અવસાનના સમાચાર અમારા માટે એ પંથક માટે આઘાતજનક છે. ખેડૂતો અને સહકાર ક્ષેત્ર તેમને હંમેશા યાદ રાખશે. ભારતીય જનતા પાર્ટીને જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને સહકારી ક્ષેત્રની ખોટ પડી છે.