Home Politics કેન્દ્ર સરકાર પર મહેબૂબાની તીખી પ્રતિક્રિયા:35A સાથે ચેડા કરવાનું બારુદને હાથ લગાવવા...

કેન્દ્ર સરકાર પર મહેબૂબાની તીખી પ્રતિક્રિયા:35A સાથે ચેડા કરવાનું બારુદને હાથ લગાવવા બરાબર

Face Of Nation: જમ્મુ-કાશ્મીરમાં 10 હજારથી વધારે અર્ધસૈનિક બળોની તહેનાતી અને અનુચ્છેદ 35Aને હટાવવાની ચર્ચાઓ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રવિવારે તેમણે કહ્યું કે, 35A સાથે ચેડા કરવી બારુદને હાથ લગાવવા જેવું હશે. તેથી જે પણ હાથ લગાવશે તે શરીર બળીને રાખ થઈ જશે. સૂત્રોએ દાવો કર્યો છે કે રાજ્યમાં અનુચ્છેદ 35A હટાવ્યા બાદની સ્થિતીનો સામે પહોંચી વળવા માટે જવાનોને કાશ્મીર મોકલવામાં આવી રહ્યા છે.

મોદી સરકારે શનિવારે કાશ્મીરમાં અર્ધસૈનિક બળોના 10 હજારથી વધારે જવાન તહેનાત કરવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બે દિવસ માટે જમ્મુ-કાશ્મીની મુલાકાત માટે ગયા હતા. ગૃહ મંત્રાલય પ્રમાણે, આ તહેનાતી આતંકવાદ વિરોધી ગ્રિડને મજબૂત કરવા અને કાયદો વ્યવસ્થા માટે કરવામાં આવી રહી છે. અર્ધસૈનિક બળોની 100થી વધારે કંપનીઓમાં 50 સીઆરપીએફ, 30 શસ્ત્ર સીમા બળ અને 10-10 બીએસએફ અને આઈટીબીપી સામેલ હશે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આ જવાન ઉત્તર-કાશ્મીરમાં તહેનાત રહેશે.સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં વિવાદીત અનુચ્છેદ 35A હટાવવાની ઊંધી ગણતરી શરૂ થઈ ચુકી છે. તેને હટાવ્યા બાદ પરિસ્થિતી સામે પહોંચી વળવા માટે જવાનોને મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ કહ્યું કે, અનુચ્છેદ 35A હટાવવા માટે લોકો તેનો વિરોધ કરવા માટે હિંસા પણ કરી શકે છે. એવા લોકોની પણ યાદી તૈયાર કરવામાં આવી છે જેમને સાવચેતી માટે કસ્ટડીમાં રાખવામાં આવશે. આ યાદીમાં અલગાવવાદીઓ સાથે ઘણા સ્થાનિક નેતાઓ પણ સામેલ છે. અનુચ્છેદ હટાવ્યા બાદ પેદા થતી પરિસ્થિતીઓ સામે પહોંચી વળવા માટે ઓપરેશનને નામ પણ આપી દેવાયું છે.મહેબૂબા- પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ સરકારના આ નિર્ણય પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કાશ્મીરની સમસ્યા રાજકીય છે. આ મુદ્દાનું સમાધાન સૈન્ય તાકાતથી ન આવી શકે. ઘાટીમાં વધુ 10 હજાર જવાનોને તહેનાત કરવાથી લોકોના મનમાં ડર પેદા થઈ શકે છે. કાશ્મીરમાં સુરક્ષાદળોની કમી નથી. સરકારે ફરી વિચારણ કરવાની અને તેમની નીતિમાં ફેરફાર કરવાની જરૂર છે.