Home News સુરેન્દ્રનગરમાં મેઘાના મંડાણ:થાન બોડીયાબેલી નજીક મહાનદીમાં પૂરથી 3 ગામો સંપર્કથી વિખેરાયા

સુરેન્દ્રનગરમાં મેઘાના મંડાણ:થાન બોડીયાબેલી નજીક મહાનદીમાં પૂરથી 3 ગામો સંપર્કથી વિખેરાયા

Face Of Nation:સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ ઓછો વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી. જિલ્લામાં અત્યાર સુધી 3.60 લાખ હેકટર જમીનમાં જ વાવેતર થઇ શકયુ છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં સોમવારે સવારથી મેઘાના મંડાણ થયા હતા. ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા અને થાન પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના લીધે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. લાંબા સમય બાદ મેઘરાજા મન મુકીને વરસતા લોકો પણ વરસાદને માણવા બહાર રસ્તાઓ પર દોડી આવ્યા હતા. આ ઉપરાંત થાનના બોડીયાબેલી નજીક મહાનદીમાં પૂર આવતાં 3 ગામોનો સંપર્ક તૂટ્યો અને ભોગવોમાં પૂર આવતાં બાળકોને બચાવાયા હતાં.

ચોટીલાથી થાન તરફ જતા 5 કિલોમીટરે ભોગાવામાં જળ સપાટી વધતા થાન તરફ જવાના રસ્તાઓ પર આવેલી સ્કૂલોના બાળકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જેમાં કમલ વિદ્યાલયના 20 જેટલા બાળકોને કોઇ ઓફિસ કામે અર્થે નિકળેલા ચોટીલા ઇન્ચાર્જ મામલતદાર હાર્દિક ડામોરે ભોગાવો પાર કરાવીે ચોટીલા લાવ્યા હતાં.જિલ્લામાં નર્મદાના નીર નથી પહોચ્યા ઉપરાંત જયાં ઓછો વારસાદ થયો હતો તેવા ગામો પાક સુકાતો હતો. જેને પાણીની તાતી જરૂર હતી. આ વરસાદ થતા ખરેખર સુકાતા પાકનુ જીવતદાન મળ્યુ છે. બધે સારો વરસાદ છે જે જોતા પાકને હવે 15 થી 20 દિવસ સુધી પાણી ન મળે તો ચાલશે. આ વરસાદથી ખાસ કરીને કપાસ, મગફળી, બાજરી, ઘાસચારાના પાકને ખાસ