Home News સુરતમાં 24 કલાકમાં બે ઇંચ,ઉકાઈની સપાટી ઉંચાઈ પર,ચાર ફૂટ વધારા સાથે 284.92...

સુરતમાં 24 કલાકમાં બે ઇંચ,ઉકાઈની સપાટી ઉંચાઈ પર,ચાર ફૂટ વધારા સાથે 284.92 ફૂટે પહોંચી સપાટી

Face Of Nation:સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડયો નોંધાયો છે.આગામી 24 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિતેલા 36 કલાકમાં ઉપરવાસમાં 686 મીમી વરસાદ નોંધાયો છે. જેના કારણે ઉકાઇ ડેમમાં 82 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થતાં સપાટી બે દિવસમાં ચાર ફૂટના વધારા સાથે 284.92 ફૂટે પહોંચી હતી. જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

ગત રોજ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચીખલધારામાં 51, દેડતલાઇમાં 47, બુરહાનપુરમાં 31,યરલીમાં 22.40 મીમી વરસાદ નોંધાયો છે. જેને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનૂર ડેમના 41 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની સપાટીમાં ભારે વધારો થવાની શક્યતા રહેલી છે.